• સોમવાર, 20 મે, 2024

હરિયાણામાં ભાજપની સત્તાને જોખમ : 3 અપક્ષે ટેકો ખેંચ્યો

કોંગ્રેસે કહ્યું, લઘુમતમાં આવી ગયેલી સૈની સરકાર તત્કાળ રાજીનામુ આપે

નવી દિલ્હી, તા.7 : લોકસભા ચૂંટણી વચ્ચે હરિયાણામાં સત્તારુઢ ભાજપ સરકારને આજે મોટો ઝટકો લાગ્યો છે. ત્રણ અપક્ષ વિધાયકોએ આજે રાજ્યમાં નાયબસિંહ સૈનીનાં નેતૃત્વવાળી સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે. આ ત્રણેય ધારાસભ્ય સોમબીર સાંગવાન, રણધીર ગોલેન અને ધર્મપાલ ગોંદરે એવું પણ કહ્યું છે કે, ચૂંટણીમાં તેમણે કોંગ્રેસને સમર્થન આપવાનો ફેંસલો કર્યો છે.

આ ત્રણેય ધારાસભ્યોએ હરિયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા અને રાજ્યનાં કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાનની હાજરીમાં રોહતકમાં એક પત્રકાર પરિષદ યોજીને સરકારને આપેલું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. અપક્ષ વિધાયક ગોંડરે કહ્યું હતું કે, તેઓ સરકારમાંથી સમર્થન પાછું લે છે. હવે કોંગ્રેસને સમર્થન આપવામાં આવી રહ્યું છે. કિસાનો સંબંધિત મુદ્દા સહિતનાં કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાને કહ્યું હતું કે, ત્રણેય વિધાયકે ભાજપની સરકારમાંથી ટેકો ખેંચીને કોંગ્રેસને આપ્યો છે. 90 સદસ્યની બનેલી હરિયાણા વિધાનસભાની વર્તમાન તાકાત 88 છે અને ભાજપનાં સદસ્ય 40 છે. ભાજપને પહેલા જેજેપી ઉપરાંત અપક્ષ વિધાયકોનું સમર્થન હતું. જો કે જેજેપી પછી હવે અપક્ષોએ પણ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. નાયબસિંહ સૈનીની સરકાર હવે લઘુમતીમાં છે. સૈનીએ પોતાનું રાજીનામું આપી દેવું જોઈએ. તેમને હવે સત્તામાં એક મિનિટ રહેવાનો પણ અધિકાર નથી. રાજ્યમાં તત્કાળ વિધાનસભા ચૂંટણી થવી જોઈએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024