• સોમવાર, 20 મે, 2024

સુરતમાં એક કરોડના મેફેડ્રોન ડ્રગ્સ પ્રકરણમાં ફરાર સપ્લાયર યુપીથી ઝડપાયો

સુરત, તા.7 : સુરતમાં લાલગેટ વિસ્તારમાંથી પોલીસે એક કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી લીધું હતું અને સપ્લાયર-ડ્રગ્સ મંગાવનાર બે શખસો ફરાર થઈ ગયા હતા. દરમિયાન પોલીસે બાતમીના આધારે યુપીથી સપ્લાયરને ઝડપી લઈ ડ્રગ્સ મંગાવનાર અને અન્ય સપ્લાયર અને સ્થાનિક પેડલરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, લાલગેટ વિસ્તારમાંથી ગત તા.ર9/4 એસઓજીના સ્ટાફે રૂ.1 કરોડની કિંમતનું એક કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો અને સપ્લાયર તથા ડ્રગ્સ મંગાવનાર બન્ને શખસો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને ડ્રગ્સ સપ્લાયર મો.કાસીફ નામનો શખસ મુંબઈ નાસી છુટયાની માહિતીના આધારે તપાસ કરી હતી અને ત્યાંથી મો.કાસીફ યુપી દેવા શરીફ નાસી છુટયાની માહિતી મળતા એક કાફલો દોડી ગયો હતો અને દેવા શરીફ ખાતેથી મો.કાસીફ ઉર્ફે ઈકબાલ ઉર્ફે પસીના શેખને ઝડપી

લીધો હતો.

પોલીસની પ્રાથમિક તપાસ અને પુછતાછમાં મો.કાસીફ શેખએ આ જથ્થો  મુંબઈથી તેના માણસો મારફત મંગાવ્યો હતો અને છુટક વેચાણ કરતો હતો. પોલીસે મુખ્ય સપ્લાયર તેમજ અન્ય સ્થાનિક પેડલરો સંદર્ભે તપાસ હાથ ધરી હતી અને મો.કાસીફ શેખને રિમાન્ડ પર લેવા તજવીજ  હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક