• સોમવાર, 06 મે, 2024

સિયાચીન પાસે ચીને રસ્તો બનાવ્યો

- ઉપગ્રહ તસવીર પરથી ભારત સાથે વિવાદ સર્જે તેવો ખુલાસો : તદ્દન ગેરકાનૂની રસ્તો

 

નવી દિલ્હી, તા. 25 : ભારત સાથે ફરી વિવાદ સર્જાય તેવું કૃત્ય કરતા ચીન સિયાચીન ગ્લેશિયર પાસે ઉત્તર દિશામાં નવો રસ્તો બનાવી રહ્યું છે. ઉપગ્રહ તસવીરો પરથી આવો ખુલાસો થયો છે.

આ રસ્તો ગેરકાયદે કબજે કરાયેલા કાશ્મીરના ક્ષેત્રમાં વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ સ્થળની ઉત્તર દિશામાં બનાવાઈ રહ્યો છે.

પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરનો એક ભાગ ચીન પાસે 1963માં ગયો હતો. એ જ ભાગમાં શક્સગમ ખીણમાં ચીન પોતાના ધોરીમાર્ગ જી-219ને વધારી રહ્યું છે.

આ વિસ્તાર સિયાચીનના ઈન્દિરા કોલથી 50 કિલોમીટર દૂર છે. આ એ જ સ્થળ છે, જેની મુલાકાત ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ બેવાર લઈ ચૂક્યા છે.  યુરોપીય અવકાશ એજન્સીએ ઉપગ્રહ તસવીરો લીધી હતી, ત્યારબાદ તપાસ પરથી જાણવા મળ્યું છે કે, ગત વર્ષ જૂનથી ઓગસ્ટ વચ્ચે ચીને આ રસ્તો બનાવ્યો હતો.

ભારતીય સેનાના પૂર્વ કમાંડર લેફટનન્ટ જનરલ રાકેશ શર્માએ કહ્યું હતું કે, ચીન દ્વારા નિર્મિત આ માર્ગ સંપૂર્ણપણે ગેરકાનૂની છે.

ભારતે રાજદ્વારી સીટ પર ચીનના આ કૃત્યનો વિરોધ કરવો જોઈએ, તેવું રાકેશ શર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીંબડી પાસે ટ્રકમાંથી રપ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો દારૂ, ટ્રક, રોકડ મળી 37.39 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ May 05, Sun, 2024