• રવિવાર, 05 મે, 2024

ચૂંટણીપંચે કોંગ્રેસ-ભાજપનો ખુલાસો માગ્યો

-પિત્રોડાના ‘વારસા પર વેરા’ અંગેના બયાનનો વિવાદ

- સ્ટાર પ્રચારકોના વર્તનની જવાબદારી પાર્ટીની રહેશે : ભાષણમાં નફરત ફેલાવવાનો આરોપ; મોદી અને રાહુલનાં ભાષણની નોંધ લીધી

 

નવી દિલ્હી, તા. 25 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં નિવેદનો પર વાંધો ઉઠાવ્યા બાદ ચૂંટણીપંચે સંજ્ઞાન લીધું છે. આચારસંહિતા ભંગના આરોપમાં પંચે ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે.

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજાના વરિષ્ઠ નેતાઓ પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો છે. બંને પક્ષને 29 એપ્રિલના સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરવા સૂચના આપવામાં આવી છે.

ચૂંટણીપંચે બંને પક્ષના પ્રમુખોને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ જવાબ આપવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.

 પંચનું કહેવું છે કે, રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓના ભાષણો વધુ ગંભીર પરિણામો લાવી શકે છે.

ભાજપે સોમવારે ચૂંટણીપંચને કહ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશમાં ગરીબી વધવાના ખોટા દાવા કરી રહ્યા છે. ભાષાના આધારે દેશને ઉત્તર-દક્ષિણમાં વહેંચવામાં આવી રહ્યો છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

કોંગ્રેસે ‘સંપત્તિની વહેંચણી’ પર પીએમ મોદીનાં નિવેદન પર કાર્યવાહી કરવા માટે સોમવારે પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે આ નિવેદનને વિભાજનકારી, ખરાબ ઈચ્છાથી ભરેલું અને ચોક્કસ સમુદાયને નિશાન બનાવનારું ગણાવ્યું હતું.

ચૂંટણીપંચ તરફથી કોંગ્રેસને નોટિસ પર જયરામ રમેશે કહ્યું કે, અમે પંચને ફરિયાદ કરી હતી. જે રીતે ભાજપ ધર્મનો ઉપયોગ કરે  છે, એમ કહીએ કે, દુરુપયોગ કરે છે, તે ખૂબ ચિંતાજનક છે. અમે આ નોટિસનો જવાબ આપીશું.

બાંસવાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનની ચૂંટણીપંચે તપાસ શરૂ કરી છે. પીએમ મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં કહ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચી દેશે. પીએમએ પૂર્વ વડાપ્રધાન મનમોહનાસિંહની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, દેશનાં સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ અલગ-અલગ જગ્યાએ ગરીબી વધવાનો દાવો કરી રહ્યા છે. તેમણે 11 એપ્રિલે રાજસ્થાનના બિકાનેરમાં કહ્યું હતું કે, ભારતના 70 કરોડ લોકો કરતાં 22 લોકો અમીર છે. તેમણે એમ પણ કહ્યું કે, જો તેમની સરકાર સત્તામાં આવશે તો ગરીબી એક જ ઝાટકે ખતમ થઈ જશે.

રાહુલના આ નિવેદન પર ભાજપે નીતિ આયોગના રિપોર્ટને ટાંકીને કહ્યું કે, મોદી સરકારના કાર્યકાળમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીરેખાથી ઉપર આવી ગયા છે. આવી સ્થિતિમાં રાહુલ ગરીબી વધવાનો ખોટો દાવો કરી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીંબડી પાસે ટ્રકમાંથી રપ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો દારૂ, ટ્રક, રોકડ મળી 37.39 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ May 05, Sun, 2024