• સોમવાર, 06 મે, 2024

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ : અમેરિકી રાયફલથી સરકારી કર્મચારીની હત્યા

રાજૌરીમાં આતંક, મૃતકના ભાઈનાં અપહરણનો પ્રયાસ

શ્રીનગર, તા.ર3 : જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ માથું ઉંચકી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં ટાર્ગેટે કિલિંગ વધ્યું છે. વધુ એક બનાવમાં આતંકીઓએ રાજૌરીમાં એક સરકારી કર્મચારીની હત્યા કરી છે. ચોંકાવનારી બાબત છે કે આ હત્યામાં આતંકીઓએ અમેરિકી બનાવટની એમ-4 આધુનિક રાયફલનો ઉપયોગ કર્યો હતો.

પોલીસ અનુસાર સોમવારે બે પાકિસ્તાની આતંકીએ ટાર્ગેટ કિલિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. સમાજ કલ્યાણ વિભાગના કર્મચારી મોહમ્મદ રજાકને જિલ્લાના શાહદરા શરીફમાં તેનાં ઘર બહાર ગોળી મારવામાં આવી હતી. તેને હોસ્પિટલ લઈ જવાયા પરંતુ બચાવી શકાયા ન હતા. બનાવ વખતે મૃતકનો ભાઈ જે ટેરિટોરિયલ આર્મીમાં છે તે પણ સાથે હતો. તેનું અપહરણ કરવા પ્રયાસ કરાયો હતો પરંતુ સફળતા મળી ન હતી.

હુમલા સ્થળે અમેરિકી એમ-4 રાયફલની ગોળીઓના ખોખા મળી આવ્યા હતા. હુમલાખોરોને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ર0 વર્ષ પહેલાં રજાકના પિતાની પણ આતંકીઓએ હત્યા કરી હતી. અનંતનાગ અને હરપોરામાં બિન સ્થાનિકોને નિશાન બનાવવામાં આવ્યાના બનાવ બાદ આ હત્યા થઈ છે. પ્રવાસી શ્રમિકોને પણ આતંકીઓ નિશાન બનાવી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીંબડી પાસે ટ્રકમાંથી રપ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો દારૂ, ટ્રક, રોકડ મળી 37.39 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ May 05, Sun, 2024