• મંગળવાર, 18 જૂન, 2024

આજે 4 રાજ્ય માટે જનાદેશ : તીવ્ર ઉત્તેજના

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણ વિધાનસભા ચૂંટણીનું પરિણામ : કાલે મિઝોરમમાં મતગણતરી  : 2024ના મહાજંગ પહેલા રસાકસી

નવી દિલ્હી, તા.ર : લોભામણાં વચનો અને એકબીજા પર રાજકીય આરોપ-પ્રત્યારોપ વચ્ચે 4 રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણની વિધાનસભા ચૂંટણીનું તા.3ને રવિવારે પરિણામ જાહેર થશે. મિઝરોમમાં મતગણતરી એક દિવસ પછી તા.4ને સોમવારે થશે. મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલથી રાજકીય પક્ષોના જીવ ઉચ્ચક છે. ર0ર4ની લોકસભા ચૂંટણીના મહાજંગ પહેલા પ રાજ્યની વિધાનસભા ચૂંટણીનો જનાદેશ રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વનો બની રહેશે. ભાજપ અને કોંગ્રેસ માટે પરિણામ પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે.

સરકારી કર્મચારીઓ, સિનિયર સિટિઝન અને દિવ્યાંગોના પોસ્ટલ બેલેટ સાથે સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થશે જે સાથે ટ્રેન્ડ આવશે અને બપોર સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. સાંજ સુધીમાં અંતિમ જનાદેશ આવી જશે. કુલ 638 બેઠકોનો ફેંસલો થવાનો છે, 7પ જેટલી બેઠકો એવી છે જયાં મુખ્યમંત્રી, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિત રાજકીય દિગ્ગજોનું ભાવિ સ્પષ્ટ થશે. પાંચ રાજયમાં 3માં મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે.

જાહેર થયેલા એકિઝટ પોલમાં મોટે ભાગે સંકેત અપાયો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ તથા છત્તીસગઢ અને તેલંગણમાં કોંગ્રેસની સરકાર રચાઈ શકે છે. કોંગ્રેસની નજર રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા બચાવવા પર છે તો ભાજપ મધ્યપ્રદેશનો ગઢ બચાવવા આશાવાદી છે. પરિણામના એક દિવસ પહેલા ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયે દાવો કર્યો કે ભાજપા 1પ0 બેઠકો જીતી રહી છે અને આગામી મુખ્યમંત્રી કોણ ? તેનો નિર્ણય હાઈકમાન્ડ  કરશે. તેલંગણમાં ભારત રાષ્ટ્ર સમિતિના કે.સી.રાવનું શાસન છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને અહીં રાવનું એકચક્રી શાસન ભેદી સરકાર રચવા આશાવાદી છે. મિઝરોમમાં ત્રિશંકુ વિધાનસભા જોવા મળી શકે છે. અહીં મિઝો નેશનલ ફ્રંટે ભાજપ અને કોંગ્રેસને બરાબર પડકાર ફેંકયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોટડા સાંગાણીમાં વીજપોલમાંથી શોક લાગતા બળદનું મોત નીપજ્યું June 17, Mon, 2024