ઓઇલ રિફાઇનરીઓ ભડભડ સળગી; મોસ્કોનાં તમામ એરપોર્ટ બંધ કરાયાં
કીવ,
તા. 18 : રશિયાએ તાજેતરમાં જ ભીષણ હુમલો કરતાં યુક્રેનમાં 11 લોકોનાં મોત અને 53 લોકો
ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારે હવે યુક્રેને વળતો જડબાંતોડ જવાબ આપીને રશિયાની રાજધાની
મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. આ હુમલા બાદ સુરક્ષાને ધ્યાને રાખીને
મોસ્કોના તમામ એરપોર્ટો પરથી ફ્લાઈટનું સંચાલન તાત્કાલિક અટકાવી દેવાયું છે.
રશિયાની
એવિએશન સંસ્થા રોસાવિયાત્સ્યે સત્તાવાર માહિતી આપી છે કે, મોસ્કોમાં એરપોર્ટોની સુરક્ષાને
ધ્યાને રાખીને થોડા સમય માટે રન-વે પરની તમામ ફ્લાઈટોનું ઉડ્ડયન અટકાવી દેવાયું છે.
રશિયન અધિકારીએ દાવો કર્યો છે કે, તેમની સેનાએ આકાશમાં જ યુક્રેનનાં 180 ડ્રોન તોડી
પાડયા છે.
હુમલા
બાદ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કી (ઞજ ઙયિતશમયક્ષાિં ઉજ્ઞક્ષફહમ ઝાિuળા)એ
ટેલિગ્રામ પર મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, યુક્રેનિયન સેનાએ આ અઠવાડિયામાં
બીજી વખત મોસ્કોના સૌથી મોટા ક્રૂડ ઓઈલ પ્રોડક્શન પ્લાન્ટ પર હુમલો કર્યો છે. રશિયાએ
તાજેતરમાં જ યુક્રેનના શહેરો અને વિસ્તારો પર ભીષણ હુમલા કર્યા હતા, જેના જવાબમાં આ
હુમલો કરાયો છે.
આ ઉપરાંત
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખે સ્પષ્ટ કહ્યું કે, અમારી સેનાએ મોસ્કોમાં જ નહીં, રોસ્તોવ
વિસ્તાર અને રશિયન સેનાએ કબજે કરેલા યુક્રેનના કેટલાક ભાગોમાં ભારે તબાહી મચાવી છે.
આ હુમલા બાદ આખા રશિયામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય
છે કે, રશિયન સેનાએ 15 જૂનના યુક્રેનના મોટા શહેરો પર અનેક ડ્રોન અને મિસાઈલો છોડયા
હતા, જેમાં 11 લોકોનાં મોત થયાં હતાં. ઝેલેન્સ્કી અને એક અધિકારીએ કહ્યું હતું કે,
રશિયાના હુમલામાં એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળમાં પણ આગ લાગી હતી. રશિયન સેનાએ કીવ, ખાર્કિવ
અને નિપ્રો શહેરમાં 611 ડ્રોન અને 70 મિસાઈલો છોડયા હતા.