• શુક્રવાર, 19 જૂન, 2026

હાઇ વે ઉપર ખાડા તારવશે અઈં !

ગઇંઅઈં દ્વારા હાઇ ટેક સરવે સિસ્ટમનો ઉપયોગ

અત્યાધુનિક ગજટ દ્વારા મહિનાઓથી થતો સરવે 10 દિવસમાં પૂરો થશે

નવી દિલ્હી, તા. 18 : હાઇ વે ઉપર વાહન ચલાવતા સમયે અચાનક ખાડા સામે આવતા બેલેન્સ બગડે છે અને ઘણી વખત આવી સ્થિતિ દુર્ઘટનાનું કારણ બને છે. જો કે હવે દેશના નેશનલ હાઇ વેને સુરક્ષિત અને ખાડા મુક્ત બનાવવા માટે એનએચએઆઇ મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. હકીકતમાં હાઇ વે ઉપર ખાડા, તૂટેલો માર્ગ અને અવૈધ અતિક્રમણ જેવી સમસ્યાઓની ઓળખ માણસને બદલે એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ) કરશે. એનએચએઆઇ દેશભરના 40 હજાર કિલોમીટરના હાઇ વે નેટવર્ક ઉપર એઆઇ આધારિત ડેશકેમ અને આધુનિક સરવે સિસ્ટમ તૈનાત કરી રહ્યું છે. જેનાથી મહિનાઓમાં થનારો સરવે માત્ર 10 દિવસમાં પૂરો થઈ શકશે. આ સિસ્મટનો હેતુ સડકોની સારી દેખરેખ, સુરક્ષા મજબૂત બનાવવી અને રોડની સ્થિતિ ઉપર નજર રાખવાનો છે.

નવી એઆઇ વ્યવસ્થા હેઠળ રૂટ પેટ્રોલ વાહનોમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાડવામાં આવશે. આ વાહન દર અઠવાડીયે હાઇ વેનો સરવે કરશે. કેમેરાથી મળતી ફૂટેજની તપાસ એઆઇ દ્વારા કરવામાં આવશે અને 30થી વધારે પ્રકારની ખામીઓની ઓળખ કરશે.

હાઇ વેની દેખરેખને હાઇટેક બનાવવા માટે એનએચએઆઇએ 3ડી લેઝર ટેકનિકથી સજ્જ નેટવર્ક સરવે વ્હીકલ તૈનાત કર્યા છે. આ આધુનિક વાહન સડકની સપાટીનો એક ડિજિટલ નક્શો તૈયાર કરે છે. પહેલાં સરવેમાં લાંબો સમય લાગતો હતો પણ હવે એનએસવી વાહન  દરરોજ 300 કિમીનો સરવે કરી શકશે. આ ઉપરાંત હાઇ વેનો રિપોર્ટ પણ 10 જ દિવસમાં તૈયાર થઈ જશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક