નવી દિલ્હી, તા. 10 : ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સોશિયલ મીડિયા ઉપર તેમનાં નામથી પ્રસારિત કરવામાં આવતા એક જાતિવાદી અને ભ્રામક નિવેદન ઉપર સખત વાંધો નોંધાવ્યો હતો. તેમણે આવી રીતની પોસ્ટને ઢીઢ અને ટિખળ કરતી બતાવતા ચેતવણી આપી હતી કે આવી વાતો ફેલાવતા લોકો સામે કાયદાની પૂરી શક્તિ સાથે આકરી કાર્યવાહી કરવામાં આવશે. સીજેઆઇએ સ્પષ્ટ કહ્યું હતું કે, દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ સાથે એક કાલ્પનિક ઉદાહરણ જોડવું બેઈમાની છે અને સામાજિક ઉશ્કેરણી માટે જાણી જોઈને કરવામાં આવેલી કોશિશ પણ છે. સીજેઆઇએ વિશેષ રૂપથી એક્સ ઉપર ।઼ાuક્ષયિતયદિયમળળયશાિં નામનાં એકાઉન્ટથી કરવામાં આવેલી પોસ્ટનો ઉલ્લેખ કર્યો હતો.