મેચ બાદ ગુજરાતના કપ્તાન ગિલની ચૂટકી : પિન્ક સિટી, બ્લૂ રિઝલ્ટ
જયપુર
તા.10: આઇપીએલના ગઇકાલના મેચમાં રાજસ્થાન રોયલ્સ સામેના મેચમાં ગુજરાત ટાઇટન્સના અફઘાન
સ્પિનર રાશિદ ખાને શાનદાર પ્રદર્શન કરીને 33 રનમાં 4 વિકેટ ઝડપી હતી. આ મેચ વિનિંગ
દેખાવથી તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. આ સાથે જ રાશિદ ખાનની આઇપીએલમાં કુલ 173 વિકેટ
થઇ છે અને તે આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર વિદેશી બોલરોની સૂચિમાં ત્રીજા નંબર પર
આવી ગયો છે. તેણે આ મામલે શ્રીલંકાના દિગ્ગજ લાસિથ મલિંગાને પાછળ રાખી દીધો છે. ગઇકાલના મેચમાં રાજસ્થાનની ટીમ પિન્ક જર્સીમાં મેદાનમાં
ઉતરી હતી. જો કે ગુજરાત ટાઇટન્સ સામે હાર થઇ હતી. મેચ બાદ ટાઇટન્સના કપ્તાન શુભમન ગિલ
રાશીદખાન સાથે એક ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર લખ્યું કે પિન્ક સિટી, બ્લૂ રિઝલ્ટ.
ખમ્મા ઘણી...