• મંગળવાર, 12 મે, 2026

જામનગરના દરેડ જીઆઇડીસીમાં એલસીબીનો દરોડો : 57 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

જામનગર, તા.10 : જામનગર જિલ્લામાં ગેરકાયદે દારૂના વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. દરેડ જી.આઈ.ડી.સી. ફેઝ-3 માં આવેલા નિલકંઠ એસ્ટેટના એક પ્લોટ પર બાતમીના આધારે દરોડો પાડતા પોલીસને સફળતા મળી છે. આ ઓપરેશન દરમિયાન શેડમાં છુપાવેલી વિદેશી દારૂની કુલ 236 પેટીઓ એટલે કે 7632 બોટલોનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સહિત કુલ રૂ. 57,02,859નો મુદ્દામાલ કબજે કરી મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી રાજકોટ રેન્જ આઇજીપી અને જામનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબીના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો થોડા દિવસો પહેલાં જ અહીં ઉતારવામાં આવ્યો હતો. આ સમગ્ર નેટવર્ક પાછળ પ્રણામીનગર વિસ્તારમાં રહેતા અને અગાઉ પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂકેલા નામચીન શખસ મહાવીરાસિંહ દેવાજી જાડેજાનું નામ ખૂલ્યું છે. દરોડા સમયે આરોપી સ્થળ પર હાજર ન હોવાથી પોલીસ તેને ફરાર જાહેર કરી પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે, જેના આધારે આ સપ્લાય ચેઇનમાં જોડાયેલા અન્ય શખસો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

ઇ-પેપરના નવા શુલ્ક