નવી દિલ્હી, તા. 10 : અમેરિકા અને ઈરાન યુદ્ધની અસર દુનિયા ઉપર પડી રહી છે અને આગળ પણ રહે તેવી સંભાવના છે. વિદેશથી ભારતીય અર્થતંત્ર અને ક્રૂડને લઈને એક માઠા સમાચાર સામે આવ્યા છે. એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અનુસાર ઈરાન યુદ્ધનાં કારણે પેદા થયેલી ગ્લોબલ ટેન્શનની અસર યથાવત રહેશે અને ક્રૂડની કિંમત લાંબા સમય સુધી ઊંચી રહી શકે છે. અર્થશાત્રીઓના કહેવા પ્રમાણે આ સ્થિતિની સીધી અસર ભારતમાં પણ જોવા મળી શકે છે અને મોંઘવારીનો બોમ્બ ફૂટી શકે છે. આ સાથે વર્તમાન સ્થિતિનાં કારણે દેશની જીડીપી વૃદ્ધિમાં 0.6 ટકાનો ઘટાડો આવશે. જેનાથી દર 6.3 ટકાએ આવી જશે.