• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

વધુ એક ટ્રેડ ડીલ માટે ભારત તૈયાર

6 ખાડી દેશ સાથે ઝિઅની શરતો પર સંમતિ

 

નવી દિલ્હી, તા.પ : ઈયુ, અમેરિકા બાદ ભારત વધુ એક ટ્રેડ ડીલ (એફટીએ) કરવા તૈયાર છે. સાઉદી-યુએઈ સહિત ખાડી દેશો સાથે એફટીએની શરતો પર ભારતની સંમતિ સધાઈ છે. જીસીસી (ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ)માં સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, બહેરીન અને ઓમાનનો સમાવેશ થાય છે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે આ મજબૂત વેપાર કરાર બન્ને પક્ષો માટે ફાયદાકારક રહેશે.

યુરોપિયન યુનિયન સાથે તાજેતરના એફટીએ અને ત્યારબાદ અમેરિકા સાથેના વેપાર કરારો પછી ભારત હવે વધુ એક એફટીએ માટે તૈયારી કરી રહ્યું છે. ભારત અને છ જીસીસી દેશો ગુરુવારે મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો શરૂ કરવા માટે શરતો પર સંમત થયા હતા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આ વાતની પુષ્ટિ કરી જણાવ્યું હતું કે ભારત અને જીસીસી દેશોએ સંદર્ભની શરતો (ટીઓઆર) પર હસ્તાક્ષર કર્યા છે જેથી ઔપચારિક વાટાઘાટોનો માર્ગ મોકળો થયો છે.

ભારત અને યુએઈએ અગાઉ મે 2020માં મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત અને ઓમાનએ 2025માં મસ્કતમાં એક વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈપીએ) પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક