-િદલ્હી કેપિટલ્સ ચોથીવાર ખિતાબથી વંચિતઃ ફાઇનલમાં સ્મૃતિ મંધાનાની 41 દડામાં 87 રનની મેચ વિનિંગ ઇનિંગઃ 204 રનનો રેકોર્ડ વિજય લક્ષ્યાંક 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કર્યોં
વડોદરા
તા.પઃ સ્મૃતિ મંધાનાની 87 રનની કેપ્ટન ઇનિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી)
ટીમ ડબ્લ્યૂપીએલ-2026 સીઝનમાં ચેમ્પિયન બની છે. સ્મૃતિની ટીમ આરસીબીએ બીજીવાર ડબ્લ્યૂપીએલ
ટ્રોફી જીતી છે. જયારે ફાઇનલમાં વધુ એક હાર સહન કરનાર દિલ્હી કેપિટલ્સ સતત ચોથી સીઝનમાં
ટ્રોફી ચૂકી ગયું છે. રોમાંચક ફાઇનલમાં 204 રનનો રેકોર્ડ વિજય લક્ષ્યાંક આરસીબીએ ફકત
બે દડા બાકી રહેતા 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. સ્મૃતિ મંધાનાએ
41 દડામાં 12 ચોક્કા-3 છક્કાથી 87 રનની મેચ વિનિંગ ઈનિગ રમી હતી. આખરી ઓવરમાં રાધા
યાદવે બે ઉપરા ઉપરી ચોકકા ફટકારી આરસીબીને ચેમ્પિયન બનાવી હતી.
204
રનના વિજય લક્ષ્યનો પીછો કરતા આરસીબીની શરૂઆત નબળી રહી હતી અને 9 રને ગ્રેસ હેરિસ
(9)ની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી કેપ્ટન સ્મૃતિ મંધાના અને જોર્જિયા વોલે
દિલ્હી કેપિટલ્સના બોલર્સ સામે કાઉન્ટર એટેક કરી પાવર હિંટિંગ કરી રનનો ધોધ વહાવ્યો
હતો. આ બન્ને વચ્ચે 92 દડામાં 16પ રનની વિક્રમી ભાગીદારી થઇ હતી. જે ડબ્લ્યૂપીએલ ઇતિહાસની
સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બન્યો હતો. જોર્જિયા વોલના પ4 દડામાં 1પ ચોક્કાથી આક્રમક
79 રન થયા હતા. તેની વિકેટ મિનૂ માનીએ લીધી હતી. આ પછી રિચા ઘોષ (6)નો શિકાર કરીને
મેચ રોમાંચક બનાવી દીધો હતો.
અગાઉ
ડબ્લ્યૂપીએલની ચોથી સીઝનના ફાઇનલમાં આરસીબી કપ્તાન સ્મૃતિ મંધાનાનો ટોસ જીતીને બોલિંગ
કરવાનો નિર્ણય મોંઘો પડયો હતો. વડોદરાની સપાટ પિચ પર દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4
વિકેટે 203 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો. જેમાં કેપ્ટન જેમિમા રોડ્રિગ્સ (પ7)ની અર્ધસદી
મુખ્ય હતી.
ઓપનર
લિઝેલ લીએ 30 દડામાં 3 ચોક્કા-3 છક્કાથી 37 અને શેફાલી વર્માએ 13 દડામાં 3 ચોક્કાથી
20 રન કરીને દિલ્હી કેપિટલ્સને ઝડપી શરૂઆત અપાવી હતી. આ પછી જેમિમા રોડ્રિગ્સે કેપ્ટન
ઇનિંગ રમીને 37 દડામાં 8 ચોક્કાથી પ7 રનની આકર્ષક ઇનિંગ રમીને સ્મૃતિની ટીમ આરસીબીને
દબાણમાં લાવી દીધી હતી. જેમિમા અને લોરા વુલફાર્ટ વચ્ચે ત્રીજી વિકેટમાં પ1 દડામાં
76 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. ડેથ ઓવર્સમાં શિનેલ હેનરીએ પાવર હિટિંગ કરીને ફકત 1પ
દડામાં 4 ચોક્કા અને 2 છક્કાથી 3પ રનની અણનમ ઇનિંગ રમી ડીસીનો સ્કોર 200 ઉપર પહોંચાડી
દીધો હતો. લોરા વુલફાર્ટ ઇનિંગના અંતિમ દડે રનઆઉટ થઇ હતી. તેણીએ 2પ દડામાં 3 ચોક્કા-2
છક્કાથી 44 રનની ઇનિંગ રમી હતી. આથી દિલ્હીના 4 વિકેટે 203 રન બન્યા હતા. આરસીબી તરફથી
સાયલી સતધરે, અરૂધંતી રેડ્ડી અને નડીન ડી કલાર્કને 1-1 વિકેટ મળી હતી.