સુરક્ષા સલાહકાર રૂબિયોને કહી આવ્યા હતા કે, કરાર કરશું પણ ભારત કોઇ દબાણમાં નહીં આવે
નવી
દિલ્હી, તા. 5 : અમેરિકા સાથે ભારતના મુક્ત વેપાર કરારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
અજિત ડોભાલની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની હોવાનું જાણવા મળે છે.
ભારતે
અમેરિકા સાથે સંબંધોની બગડતી બાજી સુધારવાના પ્રયાસ રૂપે ડોભાલને વોશિંગ્ટન મોકલ્યા
હતા.
ડોભાલે
અમેરિકી વિદેશમંત્રી મોર્કો રૂબિયો સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, ભારત
સંબંધમાં કડવાશ ખતમ કરી, વેપાર સંધિ પર વાતચીત શરૂ કરવા માગે છે.
જો
કે, ભારતીય સુરક્ષા સલાહકારે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે, ભારત કોઇ પણ પ્રકારનાં
દબાણમાં તો નહીં જ આવે. એટલું જ નહીં, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની ટીમ કડક વલણ
અપનાવશે, તો ભારત વર્તમાન અમેરિકી સરકારનો કાર્યકાળ ખતમ થવાની રાહ પણ જોઇ શકે છે, તેવી
ચેતવણી ડોભાલે આપી હતી.
આ ખુલાસો
બ્લૂમબર્ગના અહેવાલમાં કરાયો છે. અહેવાલ અનુસાર, ડોભાલ એવું પણ કહી આવ્યા હતા કે, સંબંધો
સુધારવા હોય તો ટ્રમ્પ અને તેમના સાથી ભારત વિરોધી નિવેદનો બંધ કરે.
ટ્રમ્પના
વિદેશમંત્રી સાથે ડોભાલની આ વાતચીતના થોડાક દિવસોમાં જ સ્થિતિ બદલી ટ્રમ્પે મોદીને
ફોન કરવા માંડયા હતા.