• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

ઉત્તર ભારતીય રાજ્યોમાં વરસાદ : શ્રીનગરમાં ચાર ઇંચ બરફવર્ષા

એરપોર્ટ પર બરફ જામી જતાં ઉડાનો રદ : માર્ગો, શાળાઓ, વૈષ્ણોદેવી યાત્રા બંધ કરાઇ

નવી દિલ્હી, તા. 23 : ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોપ સક્રિય થવાથી મોસમનો મિજાજ બદલી ગયો છે. પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં મોડી રાતથી વેગીલા પવન સાથે વરસાદ શરૂ થયો હતો.

હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો દોર શરૂ થઇ ગયો હતો. હિમાચલના શિમલા-મનાલીમાં મોસમની પહેલી બરફવર્ષા થઇ હતી. જમ્મુ-કાશ્મીરના મેદાની અને પહાડી વિસ્તારોમાં પણ બરફવર્ષા થઇ હતી. શ્રીનગર એરપોર્ટ પર ચાર ઇંચ સુધી બરફ જામી જતાં ઉડાનો રદ કરવી પડી હતી.

નવયુગ ટનલ પાસે ટ્રાફિક રોકી દેવાયો હતો. કટરામાં બરફવર્ષાનાં કારણે વૈષ્ણોદેવી યાત્રા બંધ કરી દેવાઇ હતી. રાજૌરી, પૂંચ, કઠુઆમાં શાળાઓ બંધ કરાઇ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક