• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

યુરોપીય સંઘ સાથે વેપારસંધિ પહેલાં રૂપિયો સર્વકાલીન તળિયે

અમેરિકા સાથે વેપાર કરાર હજુ ન થયાનાં કારણે ભારતીય ચલણ તૂટીને 91.93

મુંબઇ, તા. 23 : યુરોપીય સંઘ સાથે વેપારસંધિ પહેલાં ભારતીય ચલણને વધુ ઘસારો લાગ્યો છે. અમેરિકાના ડોલર સામે તૂટીને રૂપિયો શુક્રવારે 91.93 રૂપિયાના સર્વકાલીન તળિયે સરકી ગયો હતો.

આ ઘટાડો વિદેશી રોકાણો સતત ભારતમાંથી બહાર જઇ રહ્યાં હોવાનાં કારણે થઇ?રહ્યો છે, જેનાં પગલે ઘરેલુ બજાર નબળી પડી રહી છે.

વધુમાં, ક્રૂડતેલની વધતી કિંમતો તેમજ અમેરિકી તિજોરીની આવકની વધતી જતી મજબૂતીનાં પરિબળોએ પણ ભારતીય રૂપિયા પર દબાણ વધાર્યું છે. એ સિવાય, રૂપિયાના તૂટવા પાછળ એક મોટાં કારણરૂપે ભારત અને અમેરિકા વચ્ચે હજુ સુધી વેપાર કરાર નહીં થયા હોવાનું પણ ગણાવાઇ?રહ્યું છે.

ભૂ-રાજકીય પડકારો ખતમ ન થાય અને અમેરિકા સાથે મુક્ત વેપાર સમજૂતી નહીં થાય ત્યાં સુધી રૂપિયો બહારના ઝટકાઓ સામે દબાણમાં રહેવાની સંભાવના છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક