સગીરાની માતાએ કેશોદ પોલીસ મથકમાં
સગા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
જૂનાગઢ, તા.15: કેશોદ પંથકના
એક ગામની વાડી વિસ્તારમાં રહેતા પરિવારની સગીરા પર તેના સગા મામાએ દુષ્કર્મ આચર્યાની
સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ કેશોદ પંથકના
એક ગામની વાડી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર પુત્રી ઉપર વલસાડના પલસાણા ગામે રહેતી
સગીરાનો મામો શૈલેષ આંટો દેવા આવ્યો હતો અને 15 દિવસ રોકાયો હતો અને સગી ભાણેજ ઉપર
નજર બગાડી રાત્રીના પરિવાર સુતો હતો ત્યારે સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ નરાધમે પોતાની સગી ભાણેજ ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ અપહરણ કરી પોતાના ગામ પલસાણા
લઈ ગયો હતો. આ અંગે સગીરાની માતાએ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરતા
સગીરા વલસાડના પલસાણા ગામેથી મળી આવી હતી. ન્યાયાધીશ સમક્ષ સગીરાનું નીવેદન પણ નોંધવામાં
આવ્યું હતું. સગીરાની માતાએ અંતે કેશોદ પોલીસમાં પોતાના સગા ભાઈ સામે અપહરણ અને દુષ્કર્મની
ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી છે.