• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

સરગવાડા ગામે મકાનમાંથી 5 હથિયાર, કાર્ટિસ અને છરી સાથે 3 ઝડપાયા

હથિયારો નાસી જનારા ચાર શખસને આપવાના હતા

જૂનાગઢ, તા.15 : જૂનાગઢના સરગવાડા ગામે તાલુકા પોલીસ સ્ટેશનના ફરાર શખસો એક મકાનમાં છુપાયા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડયો હતો, પણ આ ફરાર શખસો અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે પાંચ અગ્નિશામક હથિયારો સાથે, જીવતા 96 કાર્ટિસ, ચાર છરીઓ સાથે ત્રણ શખસને ઝડપી લીધા હતા. સરગવાડા ગામના તાલુકા પોલીસના ચોપડે વોન્ટેડ જયપાલ ખોડા બઢ, ભરત ખોળા બઢ અને ભાવેશ ઉર્ફે ભાવિન ખોડા બઢ તેમજ જાદવ ઉર્ફે લાખો સાંગા હુંણ એક મકાનમાં છુપાયા હોવાની ચૌક્કસ બાતમીના આધારે તાલુકા પોલીસે સરગવાડા ગામના કમલેશ લખમણ ભરાઈના મોમાઈ કૃપા મકાન ઉપર દરોડો પાડયો હતો. મકાનમાં પોલીસ પહોંચી હોવાની ગંધ આવી જતા આ ફરાર શખસો અગાસી ઉપર ચડી ત્યાંથી કૂદકો મારી અંધારાનો લાભ લઇ નાસી જવામાં સફળ રહ્યા હતા.પોલીસે મકાન માલિક કમલેશ લખમણ ભારાઈ, વિશાલ કાના ભારાઈ અને જયેશ ઉર્ફે એભો મેરુ ચાવડા ને ઝડપી લીધા હતા. પોલીસે ઘરની તલાસી લેતા પાંચ અગ્નિસામક હથિયારો અને 96 જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા.

પોલીસે ઝડપાયેલા શખસોની પ્રાથમિક પૂછપરછ કરતા આ અગ્નિશામક હથિયારો ફરાર શખસોને આપવાના હોવાની કબુલાત આપી હતી પોલીસે રૂપિયા 30,000ની કિંમત ના હથિયારો તથા રૂપિયા 9,600ની કિંમતના 96 જીવતા કાર્ટિસ, મોબાઈલો ચાર છરી મળી કુલ રૂપિયા 50800ના મુદ્દા માલ સાથે ધરપકડ કરી તમામ સામે આર્મસ એક્ટ સહિતના ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક