35 જેટલા દર્દીઓના જરૂરી વગર ઓપરેશન કરી નાખ્યાનું સામે આવતાં આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને 1 કરોડ 26 લાખનો દંડ ફટકાર્યો
આયુષ
હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાયો, હોસ્પિટલના
એક તબીબ પણ સસ્પેન્ડ
(ફૂલછાબ
ન્યુઝ)
જામનગર
તા. 6: જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં કાર્ડિયાક
સ્કેમ સામે આવ્યું છે. ઓસવાલ આયુષ હોસ્પિટલ દ્વારા 35 જેટલાં દર્દીઓને જરૂરિયાત ન હોવા
છતાં સારવાર કરી સ્ટેન્ટ બેસાડી પીએમજેએવાય
યોજનામાંથી 42 લાખ મંજુર કરી લીધા હોવાનું કૌભાંડ બહાર આવતાં ખળભળાટ મચી ગયો
છે. આ સમગ્ર કૌભાંડ સામે આવતાં આરોગ્ય કમિશ્નર દ્વારા કડક પગલાં લેવાયા છે.
જામનગરની
ઓસવાલ આયુષ હોસ્પિટલને 1 કરોડ 26 લાખ 77 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત
ઓસવાલ આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાયો
છે. તેમજ હોસ્પિટલનાં ડો.શ્રીપદ ભિવાસ્કરને પણ સસ્પેન્ડ કરી દેવાતાં જામનગરના તબીબ
આલમમાં ખળભળાટ મચી ગયો છે.
જામનગરની
આયુષ હોસ્પિટલને ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા ઈમેલ મારફતે આ પ્રકારની જાણકારી આપવામાં
આવી છે, અને તેની આજથી જ અમલવારી કરી દેવામાં આવી છે. જેને લઈને ભારે ચકચાર જાગી છે.
જામનગરની જેસીસી હોસ્પિટલનું કૌભાંડ કે જે હજુ તપાસ હેઠળ છે, ત્યાં જ શહેરની બીજી હોસ્પિટલનું
આ ભોપાળુ છતું થતાં સમગ્ર રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
ગોટાળા
મુદ્દે હોસ્પિટલનો લુલો બચાવ
ગોટાળા
મુદ્દે હોસ્પિટલે લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે, 35 દર્દીઓની ક્વેરી પીએમજેએવાય
યોજના તરફથી આપવામાં આવી છે, જે અંગે અમો જણાવવા માંગીએ છીએ કે પીએમજેએવાય યોજના ના
પ્રોસેસ ફલો મુજબ પીએમજેએવાય યોજનાની કોઇપણ સારવાર માટે એક અપ્રુવલ પ્રોસેસ હોય છે.
જે અમો દ્વારા અમારા આ પીએમજેએવાય યોજના હેઠળ ની ક્વેરી વાળા દરેક 35 દર્દીઓ માં અપ્રુવલ
પ્રોસેસ ફોલો કરવામાં આવી છે. પીએમજેએવાય યોજનાની એક્સપર્ટ ટીમ આ રીપોર્ટસ અને વિડીઓ
જોયા અને રીવ્યુ કાર્ય બાદ જ સ્ટેન્ટ પ્રોસીજર માટે અપ્રુવલ આપતા હોય છે. જે અમોએ પણ
આ દરેક દર્દી માં પીએમજેએવાય યોજનાની અપ્રુવલ આવ્યા બાદ જ આ પ્રોસીજર કરી છે. સરકારી
વિભાગ આવનારા દિવસોમાં બોલાવશે ત્યારે અમો અમારો પક્ષ રાખી અને જરૂરી પુરાવાઓ અને રીપોર્ટસ-રેફરન્સ
અમારી પાસે છે, જે અમો સરકાર સમક્ષ રજુ કરીશું અને આ સસ્પેન્શન પાછું ખેચી લેવા અમારી
વાત રાખીશું.