• મંગળવાર, 03 માર્ચ, 2026

રાજકોટના આકાશમાં આજે દિલધડક એર શો

ભારતીય વાયુસેના અને મહાપાલિકા દ્વારા આજે રવિવારના સવારે 10 વાગ્યે અટલ સરોવર આસપાસના ‘સ્માર્ટ સિટી’ વિસ્તારમાં ‘સૂર્યકિરણ’ એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક લાખથી વધુ લોકો ઉમટી પડે તેવો મ્યુનિ.તંત્રનો અંદાજ છે. આ એર શોમાં સુર્યકિરણ ટીમના 9 હોક વિમાનો જામનગરથી રાજકોટના આકાશમાં પહોંચશે અને તમામ પાયલટ્સ દ્વારા 40 મિનિટ સુધી દિલધડક કરતબો રજૂ કરવામાં આવશે. શનિવારે આ ભવ્ય એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું જેને નિહાળવા માટે પણ બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતાં. કાર્યક્રમ માટે કોઈ પાસ કે ટિકિટ નથી, શહેરીજનો નિ:શુલ્ક તેને માણી શકશે.

દિલધડક કરતબો રજૂ થશે

હ          સૂર્યકિરણ ટીમના 9 હોક વિમાનો પ્રથમવાર રાજકોટના આકાશમાં એક સાથે ઉડાન ભરશે

હ          પાયલટ્સ દ્વારા 40 મિનિટ સુધી દિલધડક કરતબો રજૂ કરાશે

હ          દર્શકો વિમાનોના સિગ્નેચર ફોર્મટ સ્ટંટ્સ જેમ કે, ડાયમંડ ફોર્મેશન, ભારતના સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ, લુપ્સ, બ્રેક મેન્યુવર્સ, વિંગ ફોર્મેશન્સ, રોલ્સ, હેડ-ઓન-ક્રોસ અને ઈન્વર્ટેડ ફોર્મશન ડીએનએ રજૂ કરશે.

હ          પાયલટ્સ માત્ર 5 મીટરથી ઓછી ઉંચાઈએથી વિમાનો ઉડાડીને તેમની ચોક્કસાઈ, શિસ્ત અને ટીમ સ્પીરીટનું જીવંત પ્રદર્શન કરશે.

હ          સુર્યકિરણ એરોબેટીક ટીમમાં મહિલા પાયલટ લેફટનન્ટ કમલ સંધુ પણ જોડાયેલા છે.

એર શો નિહાળવા 20 ક્રીન મૂકાઈ

રાજકોટમાં રવિવારે અટલ સરોવર સ્માર્ટ સિટી વિસ્તારમાં યોજાનારો એર શો શહેરીજનો મનમુકીને માણી શકે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં અલગ-અલગ સ્થળોએ 20 મોટી ક્રીનો મૂકવામાં આવી છે. લોકો ઉભા રહીને અથવા ભારતીય બેઠક કરીને એ ક્રીનો મારફત પણ એર શોને માણી શકશે. હોક વિમાનો ખૂબ જ ઓછી ઉંચાઈએ તેમની ઉપરથી પસાર થશે જે એક અલગ રોમાંચ ઉભો કરશે.

 

એર શોના કાર્યક્રમની રૂપરેખા

ાu      ગરૂડ કમાન્ડોના શત્રોનું પ્રદર્શન

ાu      એરફોર્સ બેન્ડ દ્વારા પરફોર્મન્સ આપીને સહુનું સ્વાગત

ાu      આકાશ ગંગા સ્કાયડ્રાઈવીંગ ટીમ દ્વારા 8 હજાર ફૂટની ઉંચાઈએ ઉડતા આકાશમાંથી જમ્પ કરાશે

ાu      જમ્પ કરેલા જવાનોને હેલીકોપ્ટર એમઆઈ-17વીફાઈવ દ્વારા વિંગસિંગ ઓપરેશન કરી એરલિફ્ટ કરાશે

ાu      સી-295 એરક્રાફ્ટ ફલાયપાસ સાથે એર શોનો પ્રારંભ થશે

ાu      ટીમના પેરાટુપર્સ  આકાશમાંથી ઝડપભેર ઝંપલાવી અનોખા ફોર્મેશન, રંગીન સ્મોક ટ્રેઈલ્સ અને અત્યત દિલધડક સ્ટંટ રજૂ કરશે

ાu      સ્માર્ટ સિટી વિસ્તારમાં પ્રેક્ષકો કોઈપણ સ્થળેથી આ કાર્યક્રમ નિહાળી શકશે, પાર્કિંગ સહિતની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.

એરફોર્સના શત્રોનું પ્રદર્શન

એર શોની સાથોસાથ વાયુસેનના શત્રોનું પ્રદર્શન યોજાશે જે રવિવારે બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અટલ સરોવરના પાર્કિંગમાં આયોજિત થશે. જેમાં વાયુસેનના ‘ગરૂડ સ્પેશિયલ ફોર્સ’ વિશે માહિતી આપવામાં આવશે. મિસાઈલ લોન્ચરથી લઈને એરફોર્સના વિવિધ શત્રો શહેરીજનો નિહાળી શકશે. વાયુસેનામાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સેમિનારનું પણ આયોજન કરાયું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક