નાણાંમંત્રીની ધરપત : યુપીએ સરકાર વખતે મોંઘવારી વધુ હતી, અર્થતંત્ર નાજુક હતું
નવી
દિલ્હી, તા. 6 : ભારતીય ચલણમાં ઐતિહાસિક કડાકા પર ચિંતાઓ વચ્ચે દેશનાં નાણાં પ્રધાન
નિર્મલા સીતારામને શનિવારે જણાવ્યું હતું , રૂપિયો પોતાનું સ્તર જાતે જ મળેવી લેશે.
તેને લઈને ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ડોલર સામે રૂપિયામાં ઘસારા પર હિન્દુસ્તાન ટાઈમ્સ
લિડરશિપ સમિટમાં એક્સવાલના જવાબમાં સીતારામને કહ્યું હતું કે, વિપક્ષ તરીકે અમારા પક્ષે
રૂપિયાની નબળાઈ સામે સવાલ ઊઠાવ્યા હતા, ત્યારે પરિસ્થિતિ અલગ હતી. આજે આર્થિક સ્થિતિ
બદલી ચૂકી છે. યુપીએના શાસનકાળ વખત મોંઘવારી ઘણી વધારે હતી. અર્થવ્યવસ્થાની સ્થિતિ
નાજુક હતી. તેવું તેમણે જણાવ્યું હતું. ચલણનું મૂલ્ય આંકવામાં અર્થવ્યવસ્થાના માળખાંનું
મહત્ત્વ સમજાવતાં નાણાં પ્રધાને રૂપિયાને વ્યાપક આર્થિક સંકેતકોના સંદર્ભમાં જોવાનો
આગ્રહ કર્યો હતો.