છેલ્લા પાંચ વર્ષમાં 4.5 લાખથી વધારે કેસ નોંધાયા : યુપી, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની સ્થિતિ ખરાબ
નવી
દિલ્હી, તા. 6 : દેશમાં બાળકો સામે થતા અપરાધોની સુનાવણી ખુબ જ ધીમી છે. સરકારી આંકડા
અનુસાર પોક્સો કાયદા હેઠળના 35,434થી વધારે કેસ બે વર્ષથી વધારે સમયથી અદાલતોમાં અટકેલા
છે. લોકસભામાં આપવામાં આવેલી જાણકારીથી સાફ થાય છે કે ઘણા મોટા રાજયોમાં પેન્ડિંગ કેસની
સંખ્યા ઝડપથી વધી છે. વર્ષ 2023 સુધીના આંકડા
અનુસાર ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે 10,566 કેસ બે વર્ષથી પેન્ડિંગ છે. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં 7962, પશ્ચિમ
બંગાળમાં 2003, તમિલનાડુમાં 1910 અને મધ્ય પ્રદેશમાં 1736 કેસ પેન્ડિંગ છે.
આ ઉપરાંત
છત્તીસગઢમાં 375, રાજસ્થાનમાં 224, બિહારમાં 1079, ઝારખંડમાં 315, પંજાબમાં 152, હરિયાણામાં
606, ચંડીગઢમાં 16, હિમાચલ પ્રદેશમાં 101 અને ઉત્તરાખંડમાં 374 કેસ બે વર્ષથી વધારે
સમયથી પેન્ડિંગ છે.
2015ની
તુલનામાં 2023માં પેન્ડિંગ કેસમાં ભારે વધારો થયો છે. ઉદાહરણ તરીકે 2015માં યુપીમાં
માત્ર 26 કેસ પેન્ડિંગ હતા. જે હવે વધીને 10,566 થયા છે. મહારાષ્ટ્રમાં આ સંખ્યા 48થી
વધીને 7962, પશ્ચિમ બંગાળમાં 55થી વધીને 2003, તમિલનાડુમાં 2થી 1910 અને મધ્ય પ્રદેશમાં
શૂન્યથી 1736 કેસ સુધી સંખ્યા પહોંચી છે.
વિશેષજ્ઞો
અનુસાર પોલીસ તપાસમાં વિલંબ, પુરાવા એકત્રિત કરવામાં મુશ્કેલી અને પ્રશાસનિક પ્રક્રિયાની
ધીમી રફતાર મોટું કારણ છે. માત્ર અદાલતો વધારવાની સમસ્યાનો ઉકેલ થશે નહી. પોલીસ, પ્રશાસને
મળીને કામ કરવું પડશે.
2021થી
2025 વચ્ચે દેશમાં પોક્સોના 4.5 લાખથી વધારે કેસ નોંધાયા છે. જેમાં યુપી સૌથી ઉપર છે.
જેમાં 1,31,692 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર 76409 કેસ સાથે બીજા અને મધ્ય પ્રદેશ
32548 કેસ સાથે ત્રીજા સ્થાને છે. તમિલનાડુ (39099 ) અને ગુજરાત (31617) પણ પ્રમુખ
રાજ્યમાં સામેલ છે.
માહિતી અનુસાર દેશમાં કુલ 773 ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ ચાલી રહી છે. જેમાંથી માત્ર 400 અદાલત માત્ર પોક્સો કેસની સુનાવણી કરે છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં આ અદાલત 3.5 લાખથી વધારે કેસ ઉકેલી ચુકી છે.