હાઇ
કોર્ટે આ કેસમાં સ્પેશિયલ કોર્ટનો દરજ્જો આપતા સપ્તાહમાં બે-ત્રણ મુદતની શક્યતા
રાજકોટ
તા.17:રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં તમામ 15 આરોપીઓ સામે આજે કોર્ટમાં આરોપનામું
ઘડાયું હતું 22 મુદત બાદ 15 આરોપીઓની હાજરીમાં સેશન્સ કોર્ટે તહોમતનામું ફરમાવ્યું
હતું અને ચાર્જ ફ્રેમ કર્યો છે હવે પંચનામા અને સરકારી દસ્તાવેજી પુરાવા કબૂલ કરવા
31 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે હવે આ કેસમાં ટ્રાયલ શરૂ થશે હાઇકોર્ટે
અગ્નિકાંડ કેસ માટે સ્પેશિયલ કોર્ટ તરીકેનો દરજ્જો આપ્યો છે જેથી હવે ટ્રાયલ ચાલુ થાય
ત્યાર પછી સંભવત: અઠવાડિયામાં બે-ત્રણ મુદ્દત ચાલે તેવી શક્યતા સેવાઈ રહી છે.
રાજકોટના
ટીઆરપી ગેમઝોનમાં તા.25 મે, 2024ના રોજ આગ લાગતા 27 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા
હતા આ કેસમાં પોલીસે ફરિયાદી બની 16 આરોપી સામે ગુનો નોંધી 15 આરોપીઓની ધરપકડ કરી હતી
જયારે એક આરોપી આગમાં જ મૃત્યુ પામ્યો હોવાનું જાહેર થયું હતું આ કેસમાં ચાર્જશીટ બાદ
આરોપી મનસુખ સાગઠીયા, ભીખા ઠેબા, ગૌતમ જોષી,
જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા, ધવલ ઠક્કર, નીતિનભાઈ લોઢા વગેરેએ ડિસ્ચાર્જ અરજી કરી હતી
જે અંગે સ્પેશ્યલ પીપીએ સરકાર પક્ષે ધારદાર દલીલો કરી હતી કે, આરોપીઓ તરફે કોઈ પણ જાતનો
પુરાવો રજૂ કર્યા વિના મૌખિક રીતે પુરાવાનું માત્ર પોતાની સગવડ અને સમજણ મુજબ અર્થઘટન
કરી તેનું વિશ્લેષણ કરવા માટે ‘મીની ટ્રાયલ‘ ને કાયદો સમર્થન
આપતું નથી બંને પક્ષની દલીલો સાંભળી કોર્ટે તમામ ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી હતી આ
સાથે જ જેલમાં રહેલા આરોપીઓ પોલીસ જાપ્તા સાથે અને જામીન પર છૂટેલા આરોપીઓ પણ કોર્ટમાં
હાજર રહ્યા હતા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે મુજબ આજે કોર્ટે તોહમતનામું
ફરમાવ્યું હતું અને ચાર્જ ફ્રેમ કર્યો હતો પોલીસે ફાઈલ કરેલ ચાર્જશીટમાં 365 સાહેદો
છે પુરાવા રૂપે મુકાયેલ દસ્તાવેજ, પંચનામું
આરોપીઓને કબૂલ હોય તે આગામી 31 જુલાઈની મુદ્દતે કબૂલ કરવા કોર્ટે સૂચન કર્યું છે.
ગુજરાતમાં
મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેસ, હરણી બોટ દુર્ઘટના કેસ, તક્ષશિલા અગ્નિકાંડ કેસ વગેરે
માનવસર્જિત દુર્ઘટનાઓના કેસ ચાલી રહ્યા છે ત્યારે ટીઆરપી અગ્નિકાંડ કેસમાં આ બધા કેસની
તુલનામાં સૌથી ઝડપી ચાર્જ ફ્રેમ થયો હોય તેવો કેસ બન્યો છે.