શાળા-કોલેજ, દુકાનમાં હાથફેરો : 1.3ર લાખનો મુદ્દામાલ કબજે
ભાવનગર,
તા.18: ભાવનગર એલસીબી પોલીસે રૂ.1.32 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખસોની તસ્કર ટોળકીને
ઝડપી લઈ સાત ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પ્રાપ્ત
થતી માહિતી મુજબ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે બાતમી આધારે ભરતનગર રીંગ રોડ પાસે
બાવળની કાંટ નીચેથી પાંચ શખસોને ઝડપી લીધા હતા.
આ શખસોની
પૂછપરછ દરમિયાન છેલ્લા ત્રણેક વર્ષમાં સાત ઘરફોડ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.
જેમાં શિહોરના નેસડા-ઘાંઘળી રોડ ઉપર આવેલ ફેકટરી તથા સ્કુલમાં શિહોર ગામમાં આવેલ એક
દુકાન, કોળીયાક ગામમાં કટલેરીની દુકાન, સીદસર ગામ પાસે આવેલ કોલેજમાં, હિલપાર્ક ચોકડી
પો, એક સ્કૂલમાં માઢીયા ગામ પાસે આવેલ બે કારખાનામાં, ટોપ થ્રી પાછળ, એક બંધ મકાનમાં
તથા એક કન્યા છાત્રાલય તથા બોરતળાવના કાંઠે આવેલ એક સ્કુલમાં ચોરીની કબુલાત આપી હતી.
પોલીસે
માંઈબુભાઈ ઉર્ફે ઈબુડો અબરૂસીંગ મીનામા દાહોદ, કાંતિભાઈ મગનભાઈ મીનામા-દાહોદ, હિમાભાઈ
છત્રસિંહ ઉર્ફે ઈકાભાઈ મીનામા-દાહોદ, રાકેશભાઈ દિપાભાઈ મીનામા-દાહોદ હાલ ભાવનગર અને
સાજનભાઈ નવલસિંગ મિનામા-દાહોદ હાલ ઝુપડામાં, ભાવનગર સોમલાભાઈ ઉર્ફે સુમલો જીથરાભાઈ
કટારાની ધરપકડ કરી 1,3ર,3પ0નો મુદ્દામાલ કબજે કર્યો છે.