ભારત,
રશિયા અને ચીનના ત્રિપક્ષી સહયોગની આવશ્યકતા બતાવતું ચીન : રશિયા બાદ ચીને કરી આરઆઈસી
ફોર્મેટ બહાલ કરવા વકીલાત
નવી
દિલ્હી, તા. 17 : દુનિયાભરના દેશો ઉપર અમેરિકા દ્વારા એકતરફી દબાણ ઉભું કરવામાં આવી
રહ્યું છે અને હવે યુરોપ પણ તેમાં સામેલ થઈ રહ્યું છે. બ્રિક્સ દેશો ઉપર ખાસ કરીને
ચીન અને ભારતને અમેરિકા અને યુરોપ દ્વારા અપાયેલી ટેરિફની ધમકી બાદ હવે ચીને કોરાણે
મુકાયેલા રશિયા-ભારત-ચીન (આરઆઈસી) ત્રિપક્ષીય સહયોગને ફરીથી શરૂ કરવાની વકીલાત કરી
છે. પહેલા રશિયા તરફથી આરઆઈસીની પહેલ કરવામાં આવી હતી. જેનું ચીન દ્વારા સમર્થન કરવામાં
આવ્યું છે. ચીને કહ્યું છે કે રશિયા, ભારત અને ચીનનો ત્રિપક્ષીય સહયોગ ત્રણેય દેશના
હિતમાં છે અને સાથે ક્ષેત્ર અને વિશ્વની સુરક્ષા અને સ્થિરતા માટે પણ ખુબ જ મહત્વનો
છે.
રશિયન
સમાચાર પોર્ટલ ઈઝવેસ્ટિયાએ ગુરૂવારે રશિયાના
ઉપ વિદેશ મંત્રી આંદ્રેઈ રુડેંકોના હવાલાથી કહ્યું હતું કે રશિયા આરઆઈસી ફોર્મેટની
બહાલીની આશા કરે છે અને આ મુદ્દે બીજિંગ અને નવી દિલ્હી સાથે વાતચીત કરી રહ્યું છે.
રુડેંકોના કહેવા પ્રમાણે આ મુદ્દો બન્ને સાથે રશિયાની વાતચીતનો હિસ્સો છે. રશિયા ફોર્મેટને
સફળ બનાવવામાં રુચિ રાખે છે કારણ કે બ્રિક્સના
સંસ્થાપકો ઉપરાંત આ દેશ મહત્વના ભાગીદાર પણ છે. રશિયાના ઉપ વિદેશ મંત્રીએ કહ્યું હતું
કે તેમના મંતવ્ય પ્રમાણે ફોર્મેટની કમી યોગ્ય નથી. તેઓ આશા રાખે છે કે દેશ આરઆઈસી હેઠળ
ફરીથી કામ શરૂ કરવા સહમત બનશે.
મીડિયા
બ્રિફિંગમાં રુડેંકોના નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા
લિન જિયાને કહ્યું હતું કે ચીન-રશિયા-ભારત સહયોગ ત્રણેય દેશના સંબંધિત હિતને પુરા કરવા
ઉપરાંત ક્ષેત્ર અને વિશ્વમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને પ્રગતિને જાળવી રાખવામાં
મદદ કરે છે. ચીન ત્રિપક્ષિય સહયોગને આગળ વધારવા માટે રશિયા અને ભારત સાથે વાતચીત ચાલુ
રાખવા તૈયાર છે.
આરઆઈસીને
બહાલ કરવામાં રશિયા અને ચીનની રુચિ વિદેશ મંત્રી એસ જયશંકરની એસસીઓ વિદેશ મંત્રીઓની
બેઠકમાં ભાગ લેવા માટે ચીનની યાત્રા બાદ ધી છે. આ દરમિયાન જયશંકરે વિદેશ મંત્રી વાંગ
યી અને રશિયાના સમકક્ષ સર્ગેઈ લાવરોવ સહિત ટોપ ચીની અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
લાવરોવે
ગયા વર્ષે કહ્યું હતું કે, આરઆઈસી ફોર્મેટમાં જોઈન્ટ વર્ક પહેલા કોરોના વાયરસના કારણે
અને બાદમાં 2020મા પુવી ઍલદ્દાખમાં ભારત-ચીન સૈન્ય ગતિરોધના કારણે થંભી ગયું હતું.
ગવા વર્ષે કજાનમાં પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ ઝિનપિંગ વચ્ચે મુલાકાત બાદ દ્વિપક્ષીય
સંબંધો સામાન્ય બનાવવા સતત પ્રયાસ થઈ રહ્યા છે. રશિયાના પુર્વ પીએમ યેગવેની પ્રમાકોવ તરફથી શરૂ કરવામાં આવેલી ત્રિપક્ષીય વ્યવસથા
હેઠળ ત્રણેય દેશ વચ્ચે અલગ અલગ સ્તરે 20 બેઠક થઈ છે.
બેવડા
ધોરણોથી બચો : નાટોની ધમકી સામે ભારતની ટકોર
નવી
દિલ્હી, તા. 17 : નાટો પ્રમુખ માર્ક રૂટ ધમકી આપવામાં આવી હતી કે રશિયા સાથે વ્યાપારિક
સંબંધ રાખનારા દેશો, ખાસ કરીને ભારત, ચીન અને બ્રાઝિલ ઉપર પ્રતિબંધો લાદવામાં આવશે.
હવે રૂટના નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયે બેવડા ધોરણોને લઈને
નાટો પ્રમુખને સખત ચેતવણી આપી છે.
વિદેશ
મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે, નાટો
પ્રમુખ મુદ્દે રિપોર્ટસ જોયા છે અને ઘટનાક્રમ ઉપર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
તેઓ ફરીથી કહેવા માગે છે કે દેશના લોકોની ઊર્જા જરૂરિયાતોને સુરક્ષિત કરવી સર્વોચ્ચ
પ્રાથમિકતા છે. આ માટેનો નિર્ણય બજારમાં શું ઉપલબ્ધ છે અને દુનિયામાં કેવી સ્થિતિ છે
તેને ધ્યાને લઈને થાય છે. આવા મામલામાં ખાસ કરીને બેવડા વલણથી બચવાની સલાહ આપશે.
ઉલ્લેખનીય
છે કે નાટો પ્રમુખ રૂટે વોશિંગ્ટનમાં ભારત, ચીન અને બ્રાઝિલને રશિયા સાથેના આર્થિક
સંબંધ ઉપર પુનર્વિચાર કરવા કહ્યું હતું. તેમજ ચેતવણી આપી હતી કે રશિયાએ શાંતિ વાર્તા
માટે ગંભીરતા ન બતાવી તો ત્રણેય દેશ 100 ટકા સેકન્ડરી સેંક્શન્સના દાયરામાં આવી શકે
છે.