• રવિવાર, 06 જુલાઈ, 2025

કેશોદમાં ગ્રાહકે આંગડિયા પેઢી સાથે કરી 37.83 લાખની ઠગાઈ

દોઢ વર્ષથી પેઢી ધરાવતા મુળ દ્વારકાના શખસ સામે ગુનો નોંધી શોધખોળ

(ફૂલછાબ ન્યૂઝ)

જૂનાગઢ/કેશોદ, તા.5: કેશોદના આંબાવાડી વિસ્તારમાં આંગડીયા પેઢીના સંચાલકને વિશ્વાસમાં લઈ સાંજે પૈસા આવશે એવું કહી ચાર જુદી જુદી જગ્યાએ કુલ રૂપિયા 3783820/- મોકલાવી રાત્રે મોબાઈલ બંધ કરી વેપારી છુમંતર થઈ જતાં આંગડીયા પેઢીના સંચાલકે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં આંગડીયા પેઢીના સંચાલક સમીરભાઇ ચુનીભાઇ પોપટ ઉમર વર્ષ 46 બગીચાની પાછળ જાગનાથ -2, કેશોદ વાળાએ નોંધાવેલ ફરિયાદ મુજબ  વેજાણંદભાઇ ઉર્ફે વેજાભાઇ મેરામણભાઇ ચેતરીયા રહે. હાલ કેશોદ મુળ-લાંબા ગામ જી.દેવભુમી દ્વારકાવાળા એચ. આર. એન્ટરપ્રાઈઝ આંગડિયા પેઢીના સમીરભાઈ પોપટ અને જીગ્નેશભાઈ વ્યાસ આંગણીયા પેઢીમાં દોઢ વર્ષથી ટ્રાન્જેકશન કરી વિશ્વાસમાં લઇ તારીખ 2/6/2025ના સવારે અગીયાર વાગ્યે સમીરભાઇ પોપટ ના રૂપિયા 36,20,000/-નું અલગ અલગ ચાર જગ્યાએ ટ્રાન્જેકશન કરાવડાવી તથા સમીરભાઈ પોપટ ના અગાઉના આંગણીયા ટ્રાન્જેકશનના બાકી રૂ.160200/- તથા આ ચાર ટ્રાન્જેકશન આંગણીયાનો ચાર્જ રૂ. 3620/- એમ કુલ રૂ. 37,83,820/- વેજાણંદભાઈ ઉર્ફે વેજાભાઈ મેરામણભાઈ ચેતરીયા પાસેથી લેવાના હોય જેમાં વેજાણંદભાઈ ઉર્ફે વેજાભાઈ મેરામણભાઈ ચેતરીયા એ સાંજના પાંચ વાગ્યે 35 લાખનુ આંગણીયુ આવી જશે અને સાંજે બાકીના રૂપીયા કુલ 2,83,820/- આપી દેવાનુ કહી સમીરભાઈ પોપટ તથા જીગ્નેશભાઈ વ્યાસને વિશ્વાસમાં લઇ ફરિયાદીને પરત નહી આપી કુલ રૂ.37,83,820/- ની છેતરપીંડી કરી ફોન બંધ કરી સંપર્ક તોડી નાસી જતાં ગુનો નોંધી કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર. બાલાસરા એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વેજાણંદભાઈ ઉર્ફે વેજાભાઈ મેરામણભાઈ ચેતરીયા ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદના પાંજરાપોળ શાપિંગ સેન્ટરમાં ક્રિષ્ના ટ્રેડર્સના નામે પેઢી ખોલી દોઢ વર્ષથી વેપાર કરતાં વેજાણંદભાઈ દ્વારા અન્ય વેપારીઓ કે ખેડૂતોને વિશ્વાસમાં લઈ છેતરાપિંડી કરી છે કે કેમ એ તો તપાસ બાદ ખુલ્લું પડશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક