• રવિવાર, 05 મે, 2024

મહાન દોડવીર ઉસેન બોલ્ટ વર્લ્ડ કપનો બ્રાંડ એમ્બેસેડર ICCની ઘોષણા: ઓફિશિયલ સોંગમાં નજરે પડશે

દુબઇ, તા.2પ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ઓલિમ્પિક લિજેન્ડ જમૈકાના વિશ્વ વિક્રમી દોડવીર ઉસેન બોલ્ટને મેન્સ ટી-20 વર્લ્ડ કપનો બ્રાંડ એમ્બેસેડર બનાવ્યો છે. ટી-20 વર્લ્ડ કપ તા. 1થી 29 જૂન-2024 દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની ધરતી પર રમાશે. 11 વખતનો વર્લ્ડ ચેમ્પિયન ઉસેન બોલ્ટ 2017ના લંડન વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપ બાદ નિવૃત્ત થઇ ચૂક્યો છે. બોલ્ટના 100 મીટરનો 9.પ8 સેકન્ડનો અને 200 મીટરની રેસનો 19.19 સેકન્ડનો વર્લ્ડ રેકોર્ડ હજુ સુધી અકબંધ છે. તેના નામે 3 ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ છે.

અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ઉસેન બોલ્ટ નાનપણમાં ક્રિકેટનો ખેલાડી હતો અને ક્રિકેટની રમતમાં આગળ વધવા માંગતો હતો. તે જમૈકાની લોકલ ટીમ તરફથી ક્રિકેટ પણ રમી ચૂકયો છે. બાદમાં તેની ફૂટબોલમાં રૂચી વધી હતી. આ પછી તે દુનિયાનો સર્વશ્રેષ્ઠ એથ્લેટ બન્યો હતો.

ટી-20 વર્લ્ડ કપના ઓફિશિયલ સોંગમાં બોલ્ટ કેમિયો રોલ કરશે. આઇસીસી આવતા સપ્તાહે આ ગીતનો વીડિયો રીલિઝ કરશે. જેમાં બોલ્ટ સિંગર સીન પોલ સાથે જોવા મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીંબડી પાસે ટ્રકમાંથી રપ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો દારૂ, ટ્રક, રોકડ મળી 37.39 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ May 05, Sun, 2024