• શનિવાર, 27 જુલાઈ, 2024

ટેસ્ટ વિજયથી બાંગ્લાદેશ 3 વિકેટ દૂર

નવી પ્રતિભાઓને તક આપવી પડશે : ગાંગુલી

પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમ અંગે પ્રતિક્રિયા આપી કે ક્યારેકને કયારેક તો નવી પ્રતિભાઓને તક આપવી પડશે. ભારતમાં એટલી પ્રતિભાઓ છે અને ટીમને આગળ વધારવાની હોય છે. પુજારા અને રહાણે ઘણાં સફળ રહ્યા છે પરંતુ ખેલ હંમેશા સાથે ન રહી શકે. તમે હંમેશા રમી ન શકો.

સેલહેટ (ઢાકા), તા.1 : મેજબાન બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પહેલા ટેસ્ટમાં ધમાકેદાર વિજયથી માત્ર 3 વિકેટ દૂર છે. બાંગ્લાદેશની બીજી ઈનિંગ 338માં સમેટાઈ હતી અને ન્યુઝીલેન્ડને જીતવા 33રનો લક્ષ્યાંક મળ્યો હતો.

શુક્રવારે ચોથા દિવસના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર 7 વિકેટે 113 હતો અને જીતવા હજૂ ર19 રનની જરૂર છે. પ્રકાશની સમસ્યા સર્જાતા 49 ઓવર બાદ દિવસ પૂર્ણ જાહેર કરાયો હતો. એક દિવસની રમત હજૂ બાકી છે અને બાંગ્લાદેશની નજર વહેલી તકે ન્યૂઝીલેન્ડની બાકીની 3 વિકેટ ખેડવી પાંચ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવવા પર રહેશે. પહેલી ઈનિંગમાં બાંગ્લાદેશના 310 સામે ન્યુઝીલેન્ડે 317 બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં બાંગ્લાદેશ વતી સુકાની શાન્તોએ 10પ રન બનાવ્યા  હતા. મુસફિકુર રહીમે 67 રનનું યોગદાન આપ્યું હતું.

ન્યુઝીલેન્ડ વધી એઝાઝ પટેલે બીજી ઈનિંગમાં 4 વિકેટ ખેડવી હતી. બાંગ્લાદેશના તૈજુલ ઈસલામે બીજી ઈનિંગમાં ન્યુઝીલેન્ડની 4 વિકેટ ઝડપી તેને પરાજયના આરે પહોંચાડી દીધુ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024