યુક્રેનની રાજધાની કીવ અને આસપાસના ભાગો નિશાને, અનેક ઘાયલ, ભારે અફરાતફરી
કીવ,
તા. 1 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. રશિયન
સેનાએ યુક્રેનની રાજધાની કીવ અને તેની આસપાસના વિસ્તારોમાં રાત્રિભર મિસાઇલ અને ડ્રોન
વડે ભયાનક હુમલા કર્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ મંગળવારે
માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ હુમલાઓમાં કુલ 12 લોકોનાં મોત થયાં છે. આ ઘટનામાં
ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે કીવમાં ફરી એકવાર ભારે અફરાતફરીનો
માહોલ સર્જાયો છે.
રાષ્ટ્રપ્રમુખ
ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ, રશિયા દ્વારા કરવામાં આવેલા આ વિનાશક હુમલામાં જીવ ગુમાવનારા
12 નાગરિકોમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. સતત છઠ્ઠા દિવસે રશિયન દળોએ કીવને
નિશાન બનાવીને હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે.
રશિયન
સેનામાં સામેલ 51 ભારતીયનાં મૃત્યુ
નવી
દિલ્હી, તા. 1 : યુક્રેન સાથેનાં યુદ્ધ વચ્ચે રશિયાની સેનામાં ભરતી કરવામાં આવેલા
227 ભારતીયમાંથી 139ને રજા આપી દેવામાં આવી છે જ્યારે 51 ભારતીયનાં મૃત્યુ થયાં છે.
આ માહિતી વિદેશ સચિવ વિક્રમ મિસરી દ્વારા આપવામાં આવી હતી. જે ભારતીય હજી પણ રશિયાની
સેનામાં છે, તેઓને છોડાવીને પરત લઈ આવવા માટે ભારત સરકાર રશિયા સાથે વાતચીત કરી રહી
છે. વિક્રમ મિસરીએ પીએમ મોદીની કિર્ગિસ્તાન
યાત્રા અંગે વિદેશ મંત્રાલયના બ્રીફિંગ દરમિયાન રશિયાની સેનામાં સામેલ ભારતીયો સંબંધિત
એક સવાલનો જવાબ આપતા આંકડા રજૂ કર્યા હતા.