બેંગ્લુરુ
તા.2: દુલિપ ટ્રોફીના બીજા સેમિ ફાઇનલમાં સાઉથ ઝોનનો નોર્થ ઝોન વિરૂધ્ધ 7 વિકેટે વિજય
થયો હતો. આથી સાઉથ ઝોન ટીમ ફાઇનલમાં પહોંચી છે. જયાં તેની ટકકર ઇસ્ટ ઝોન વિરૂધ્ધ થશે.
જે 6 સપ્ટેમ્બરથી ચેન્નાઇમાં રમાશે.
મેચના
આજે ચોથા અને અંતિમ દિવસે સાઉથ ઝોનને 181 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું. જે તિલક
વર્માની કેપ્ટન ઈનિંગથી આસાનીથી હાંસલ કરી લીધું હતું. તિલક વર્મા પ1 રને નોટઆઉટ રહ્યો
હતો. તેણે પહેલા દાવમાં સદી ફટકારી હતી. સાઉથ ઝોન તરફથી તિલક સિવાય જગદીશને 43 અને
રિકી ભૂઇએ 42 રન કર્યાં હતા. આ પહેલા આજે નોર્થ ઝોનની બીજી ઈનિંગ 297 રને સમાપ્ત થઇ
હતી. જેમાં સનત સાંગવાનના 76 રન મુખ્ય હતા. સાઉથ તરફથી એમડી નિધિશે પ વિકેટ લીધી હતી.