ખાખી
વર્દીધારીની સંડોવણી ખુલતા પોલીસ બેડામાં ફફડાટ
ભાવનગર,
તા.2: ભાવનગરમાં સર્જાયેલા દર્દનાક નકલી દારૂના દૂષણ અને લઠ્ઠાકાંડની ઘટનામાં અત્યાર
સુધીમાં 13 નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે, જેના પગલે આ સમગ્ર તપાસ સ્ટેટ મોનિટારિંગ
સેલને સોંપવામાં આવતા એસએમસીની ટીમે સપાટો બોલાવીને 38 જેટલા અસામાજિક તત્વો અને મુખ્ય
આરોપીઓની ફટાફટ ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આ ગંભીર ઘટનાના મૂળ
સુધી પહોંચવા માટે સઘન તપાસ શરૂ કરી છે. આ
કેસની ઊંડાણપૂર્વક તપાસ દરમિયાન બુટલેગરો સાથે ગેરકાયદે સાંઠગાંઠ ધરાવતા શંકાસ્પદ પોલીસ
કર્મચારીઓની સંડોવણી ખુલતા એસએમસી દ્વારા બુટલેગરો સાથે સીધી સંડોવણી ધરાવતા ભાવનગર
પોલીસના કોન્સ્ટેબલ રાજદીપાસિંહ ગોહિલની અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ કડક પૂછપરછ
બાદ આરોપી પોલીસ કર્મચારીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગણી
કરવામાં આવતા કોર્ટે આ મામલાની ગંભીરતા ધ્યાને લઈ આરોપી પોલીસ કોન્સ્ટેબલ રાજદીપાસિંહ
ગોહિલના 10 દિવસના સઘન રિમાન્ડ મંજૂર કર્યા છે.