નવી દિલ્હી, તા. 1 : નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી (ઋઉઙ) ગ્રોથ રેટ 7.8 ટકા નોંધાતાં દેશમાં રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો છે કે, સામાન્ય જનતા આજે પણ બેરોજગારી, મોંઘવારી અને આર્થિક અસમાનતાથી પીડાઈ રહી છે.
કોંગ્રેસ
અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું કે, જ્યારે અર્થતંત્રની
વાત આવે છે ત્યારે પીએમ મોદી માત્ર પ્રચાર પર ધ્યાન આપે છે. તેમણે દાવો કર્યો કે, દેશના
સામાન્ય લોકો 3 U’ થી પરેશાન છે એટલે કે અનપ્રિસિડેન્ટેડ બેરોજગારી (પહેલા ક્યારેય
ન જોઈ હોય એવી બેરોજગારી), અનબિયરેબલ મોંઘવારી (અસહ્ય મોંઘવારી) અને અનબ્રાઇડલ્ડ અસમાનતા
(નિયંત્રણ વગરની અસમાનતા). ખડગેએ જણાવ્યું કે, 50 વર્ષમાં બેરોજગારી સૌથી ઉચ્ચ સ્તરે
છે અને ગ્રેજ્યુએટ થયેલા 40 ટકા યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે.
દિલ્હી
મહિલાઓ માટે સુરક્ષિત નથી : રાહુલ
નવી
દિલ્હી, તા. 1 : ગ્રેટર નોઇડાથી જૂની દિલ્હી જઈ રહેલી એક ચાલતી સ્લીપર બસમાં 16 વર્ષની
સગીરા સાથે ડ્રાઇવર અને કંડક્ટર દ્વારા ભયાનક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ
રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને
કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હી-એનસીઆર મહિલાઓ
માટે એટલું અસુરક્ષિત બની ગયું છે કે ગ્રેટર નોઇડાથી દિલ્હી સુધી 47 કિલોમીટરના પ્રવાસ
દરમિયાન આટલો ગંભીર ગુનો આચરવામાં આવ્યો છતાં દિલ્હી કે નોઇડા પોલીસને તેની ભનક પણ
ન લાગી.
આ ઉપરાંત
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં એસઆઇઆર પછી સાર્વજનિક કરાયેલી મતદારયાદી
પર પ્રશ્ન કરતાં ભાજપ અને ચૂંટણીપંચ પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું હવે મહારાષ્ટ્રમાં 2.07 કરોડ મતદારો પાસેથી તેમનો
અધિકાર છીનવતાં દર પાંચમા મતદાતાને આ યાદીમાં સ્થાન અપાયું નથી.