• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

ભાવનગર : કે. પી. સ્વામીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી : 5 કરોડની માગ

મહિલા સહિત ત્રણ ઝડપાયા : ઘોઘારોડ પોલીસે તોડબાજી કરતાં મહિલા, ડોક્ટર પતિ અને સાળાની કરી ધરપકડ

ભાવનગર, તા.16 : ભાવનગર શહેરના સરદારનગર સ્થિત સ્વામીનારાયણ ગુરુકુળના સંતને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને કરોડો રૂપિયા પડાવવાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ સોસાયટીના માણસોને ભેગા કરી ખોટા કેસમાં બદનામ કરવાની ધમકી આપી અગાઉ બે લાખ રૂપિયા પડાવી લીધા બાદ વધુ પાંચ કરોડ રૂપિયાની માગણી કરી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ઘોઘારોડ પોલીસે કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરીને ગણતરીનાં કલાકોમાં જ ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીને ઝડપી લીધા છે, જેનાં કારણે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ પ્રકરણમાં સ્વામીનારાયણ ગુરુકુળના કેશવપ્રકાશ (કે.પી. સ્વામી) દ્વારા ઘોઘારોડ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મહિલા સાથે કોઈ પણ પ્રકારના અનૈતિક સંબંધો ન હોવા છતાં, તે મહિલા, તેના ડોક્ટર પતિ પ્રવીણ ભાલિયા અને તેના સાળા હિરેન ખેરાળા દ્વારા સુઆયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. આરોપીઓએ કોન્ફરન્સ કોલ મારફત ખોટા આક્ષેપો મૂકીને જિંદગી બરબાદ કરી દેવાની ધમકી આપી હતી, જેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ તેજ કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક