• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

અમે 4 ટકા હિન્દુઓને સહન કરીએ છીએ : ઝરદારીનું ઝેરીલું વિધાન

નવીદિલ્હી,તા.16: પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીએ પોતાનાં દેશની હિન્દુ વસ્તી વિશે ઝેરીલા શબ્દો ઓકીને મોટો વિવાદ ઉભો કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે, પાક.માં 4 ટકા હિન્દુઓને સહન કરવામાં આવી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનીઓની લાગણી હિન્દુઓને સહન કરવાની છે અને દાવો કર્યો હતો કે, ભારત જવાનાં બદલે તે પાક.માં જ રહેશે. 14મી ઓગસ્ટે પાક.નાં સ્વતંત્રતા દિવસે બોલતા ઝરદારીએ કહ્યું હતું કે, ભારતીયોનો દૃષ્ટિકોણ અલગ છે. તેમને પોતાનો એજન્ડા છે. ભારતીયો અખંડ ભારતમાં માને છે પણ અમે મુસલમાન છીએ. એવા મુસલમાન જે બીજાને સાંખી લેવામાં માને છે. પાક.માં હિન્દુ 4

ટકા છે. તે ભારતનાં બદલે પાક.માં રહેવાનું વધુ પસંદ કરશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક