• શનિવાર, 25 જુલાઈ, 2026

ટીમ ઈન્ડિયાનો લક્ષ્યાંક શ્રેણી વિજય આજે ઝિમ્બાબ્વે વિરુદ્ધ બીજો T-20 મેચ

મેચ 4-30થી શરૂ થશે

 

હરારે, તા.24: પહેલા મેચની 7 વિકેટની જીત સાથે વિજય ક્રમ પર વાપસી કરનાર ટીમ ઇન્ડિયા હવે શનિવારે ઝિમ્બાબ્વેને વધુ એક હાર આપી ટી-20 શ્રેણી કબજે કરવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેના બાકીના બે ટી-20 મેચ શનિ-રવિવારે રમાશે. પહેલા મેચમાં વૈભવની આતશી અર્ધસદીથી ભારતનો 40 દડા બાકી રહેતા 7 વિકેટે વિજય થયો હતો. બ્રિટનના પ્રવાસમાં સળંગ 6 મેચમાં હાર સહન કર્યાં પછી શ્રેયસ અય્યરની ટીમનો આ પ્રથમ વિજય બન્યો હતો. બીજી તરફ ઝિમ્બાબ્વે ટીમે શ્રેણી જીવંત રાખવા હરહાલમાં વિજય હાંસલ કરવો પડશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 4-30થી શરૂ થશે.

શ્રેણીના પ્રથમ મેચમાં યુવા ભારતીય ટીમ બોલ અને બેટથી પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. વૈભવ સૂર્યવંશી પ્રથમ ઈન્ટરનેશનલ અર્ધસદી 18 દડામાં કરી પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો. ફાસ્ટર મયંક યાદવનું પુનરાગમન પર ધ્યાનકર્ષક રહ્યું હતું. 18 રનમાં 2 વિકેટ લેનાર મયંક મેન ઓફ ધ મેચ બન્યો હતો. બીજા મેચમાં અભિષેક શર્મા મોટી ઇનિંગ રમવાનું લક્ષ્ય રાખશે. તેણે શરૂઆત સંભાળપૂર્વક કરવાની જરૂર છે. શ્રેણીના કોચ વીવીએસ લક્ષ્મણ પાસેથી તેને આ માટેની શિખ મળી ચૂકી હશે. બીજા મેચની ભારતની ઈલેવનમાં ફેરફારની સંભાવના નથી. એકવાર શ્રેણી કબજે કર્યાં બાદ હર્ષ દુબે અને સૂર્યાંશ શેડગે જેવા યુવા ખેલાડીને ત્રીજા મેચમાં તક મળી શકે છે.  સિકંદર રઝાની ટીમે ભારતીય બોલરોનો મક્કમતાથી સામનો કરવા બેઝિક ટેકનીકની સાથોસાથ પાવરપ્લેમાં સ્ટ્રોકફૂલ બેટિંગ કરવું પડશે. તો જ તેઓ પડકારરૂપ સ્કોર સુધી પહોંચી શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં મેઘમહેર અમદાવાદ-દક્ષિણ ગુજરાતમાં કહેર વાપી, નવસારી, સુરતમાં જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ July 25, Sat, 2026