સ્વિંગ સુલતાના ભુવનેશ્વરની 23 રનમાં 4 વિકેટ: તિલકની અર્ધસદી
રાયપુર
તા.10: સ્વિંગ સુલતાન ભુવનેશ્વર કુમાર (23 રનમાં 4 વિકેટ)ની કાતિલ બોલિંગ સામે મુંબઇ
ઇન્ડિયન્સ ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 166 રનનો સામાન્ય સ્કોર પર અટકી ગઇ હતી. ભુવનેશ્વર
પ્રારંભે જ ત્રાટકયો હતો અને તેણે ઉપરાઉપરી ત્રણ વિકેટ ઝડપીને મુંબઇ ઈન્ડિયન્સની બેટિંગ
લાઇનઅપને હતપ્રભ કરી દીધી હતી. ભુવીએ પહેલા રિયાન રિકલટન (2), પછી સ્ટાર બેટર રોહિત
શર્મા (22) અને પછી એમઆઇ કેપ્ટન સૂર્યકુમાર યાદવ (0)ના શિકાર કર્યાં હતા. પિતા બન્યા
પછી પહેલીવાર ક્રિઝ પર આવનાર સૂર્યા ગોલ્ડન ડક થયો હતો.
28
રનમાં 3 વિકેટ પડી ગયા બાદ તિલક વર્મા અને નમન ધીર વચ્ચે ચોથી વિકેટમાં પ7 દડામાં
82 રનની ભાગીદારી થઇ હતી. નમન ધીર 32 દડામાં પ ચોક્કા-2 છક્કાથી 47 રને અને તિલક વર્મા
42 દડામાં 3 ચોક્કા-2 છક્કાથી પ7 રને આઉટ થયા હતા. રાજ બાવાએ 16 રનનું યોગદાન આપ્યું
હતું. અંતિમ ઓવર્સમાં એમઆઇની રન રફતાર ધીમી પડી ગઇ હતી. આથી 7 વિકેટે 166 રને હાંફી
ગયું હતું.