ઉર્વિલ પટેલના 23 દડામાં 8 છક્કાથી આતશી 65 રન અને 13 દડામાં અર્ધસદીનો રેકોર્ડ
LSG
20 ઓવર : 8/203
CSK
19.2 ઓવર : 5/208
ચેન્નાઈ,
તા.10 : અમદાવાદના ફટકાબાજ ઉર્વિલ પટેલની 23 દડામાં 8 છક્કાથી આતશી અને વિક્રમી 6પ
રનની ઇનિંગ અને લખનઉ સુપર જાયન્ટ્સની નબળી ફિલ્ડિંગને લીધે આઇપીએલના આજના પહેલા મેચમાં
સીએસકેનો 4 દડા બાકી રહેતા પ વિકેટે નવાબી વિજય થયો હતો. ઉર્વિલ પટેલ આઇપીએલ ઈતિહાસીની
સૌથી ઝડપી અર્ધસદીના યશસ્વી જયસ્વાલના રેકોર્ડની બરાબરી કરી હતી. તેણે માત્ર 13 દડામાં
અર્ધસદી કરી હતી. ઉર્વિલે પહેલા દડે 1 રન કર્યાં પછીના પ દડામાં સળંગ પ છક્કા ફટકારી
રનનો ધોધ વહાવ્યો હતો. તેણે 8 દડામાં જ 6 છક્કા ફટકારી 41 રન કર્યા હતા. તેણે 10 દડામાં
42 રન કરી ડિ’વિલિયર્સનો પણ રેકોર્ડ તોડયો હતો. એલએસજીના ઓપનર જોશ ઇંગ્લિશની 8પ રનની
ઇનિંગ એળે ગઈ હતી.
લખનઉના
20 ઓવરમાં 8 વિકેટે 203 રન થયા હતા. જવાબમાં ચેન્નાઇએ 19.2 ઓવરમાં પ વિકેટે 208 રન
કરી જીત મેળવી હતી. સીએસકે પોઇન્ટ ટેબલ પર 11 મેચમાં 12 અંક સાથે પ નંબર પર આવી ગયું
છે. ઉર્વિલ અને કપ્તાન ગાયકવાડ વચ્ચે બીજી વિકેટમાં 34 દડામાં 81 રનની ભાગીદારી થઈ
હતી. ગાયકવાડે 42 રન કર્યા હતા. સેમસન 28 રને આઉટ થયો હતો. અંતમાં શિવમ દૂબે 2 છક્કાથી
1પ અને પ્રશાંત વીર 17 રને અણનમ રહી મેચ ફિનિશ કરવામાં સફળ રહ્યા હતા. દિગ્વેશ અને
શાહબાઝે 2-2 વિકેટ લીધી હતી.
આ પહેલા
જોશ ઇંગ્લિશના 33 દડામાં 10 ચોક્કા-6 છક્કાથી વિસ્ફોટક 8પ અને અંતમાં શાહબાઝ અહેમદના
અણનમ 43 રનથી લખનઉના 8 વિકેટે 203 રન થયા હતા. કપ્તાન પંત (1પ), માર્શ (10) અને પૂરન
(1)ની નિષ્ફળતાને લીધે લખનઉ ટીમે મીડલ ઓવરમાં ધડાધડ વિકેટો ગુમાવી હતી. ઓવરટને 3 વિકેટ
લીધી હતી.