• મંગળવાર, 12 મે, 2026

દિલ્હી કેપિટલ્સની સીઝન સમાપ્ત : કપ્તાન અક્ષર પટેલનો સ્વીકાર

નવી દિલ્હી, તા.9: દિલ્હી કેપિટલ્સનો શુક્રવારે રમાયેલા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ 8 વિકેટે કારમો પરાજય થયો હતો. આ હારથી દિલ્હીનો કપ્તાન અક્ષર પટેલ ઘણો નિરાશ છે. તેણે સ્વીકાર્યું કે હવે અમારી સફર સમાપ્ત થઇ છે. નવી સીઝનની તૈયારી કરશું. અક્ષર પટેલે કહ્યું અમારા માટે હવે શું ભુલો થઇ તે વિશે વિચારવાનો સમય આવી ગયો છે. હજુ સીઝન સમાપ્ત થઇ નથી, પણ આવતા વર્ષ કેવી યોજના બનાવી તે વિશે વિચારવાનું રહેશે. અમારી નજર બેંચ પર બેઠેલા ખેલાડીઓ પર પણ છે. અમે શું ફેરફાર કરી શકીએ છીએ તેની યોજના બનાવી પડશે.

દિલ્હી કેપિટલ્સની આ 7મી હાર છે. કપ્તાન અક્ષરે કહ્યું અમે રન ઓછા કર્યા અને સ્પિનરોએ ઘણી ભુલો કરી. અમે બે-ત્રણ ઓવરમાં પ વિકેટ ગુમાવી હતી. જે હારનું મુખ્ય કારણ બની રહ્યું. સીએસકે સામે પણ આવું જ થયું હતું. સારી શરૂઆત પછી અચાનક વિકેટો પડવા લાગી હતી. દિલ્હી કેપિટલ્સના 11 મેચમાં 4 જીતથી 8 અંક છે અને પોઇન્ટ ટેબલ પર આઠમા ક્રમે છે.

ઇ-પેપરના નવા શુલ્ક