• મંગળવાર, 12 મે, 2026

રાજસ્થાન સામે ગિલની 84 રનની કેપ્ટન ઇનિંગથી ગુજરાતના 4 વિકેટે 229

-સાઇ સુદર્શનની અર્ધસદી

જયપુર તા.9: શુભમન ગિલની 84 રનની કેપ્ટન ઇનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટે 229 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. ગિલ 44 દડામાં 9 ચોક્કા-3 છક્કાથી 84 રને આઉટ થયો હતો. તેના અને સાઇ સુદર્શન વચ્ચે પહેલી વિકેટમાં 66 દડામાં 118 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. ગિલ-સાઇની ફટકાબાજીથી ગુજરાત ટાઇટન્સે પાવર પ્લેમાં 82 રન કરી રાજસ્થાનના બોલરોની ધોલાઇ કરી હતી. સાઇ સુદર્શન 36 દડામાં 6 ચોક્કા-2 છક્કાથી પપ રને આઉટ થયો હતો.

ડેથ ઓવર્સમાં વોશિંટન સુંદરે 20 દડામાં 2 ચોક્કા-3 છક્કાથી 37 રનની અણનમ ઇનિંગ રમી ટાઇટન્સનો સ્કોર 229 રને પહોંચાડયો હતો. તેવતિયા 2 છક્કાથી 14 રને નોટઆઉટ રહ્યો હતો. બટલર 13 અને હોલ્ડર 7 રને આઉટ થયા હતા. રાજસ્થાન તરફથી બ્રિજેશ શર્માએ 2 વિકેટ લીધી હતી. રાજસ્થાનની કપ્તાની રિયાન પરાગની ગેરહાજરીમાં યશસ્વી જયસ્વાલે સંભાળી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક