• શનિવાર, 11 એપ્રિલ, 2026

રાજકોટ કોર્પોરેશનની 18 વોર્ડની 72 બેઠકો માટે ભાજપના ઉમેદવાર જાહેર

22 જેટલા કોર્પોરેટરો રિપીટ કરાયા : પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાના પત્તા કપાયા

રાજકોટ, તા.10 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી તેવા રાજકોટ કોર્પોરેશનના 18 વોર્ડના 72 બેઠક માટે ભાજપ દ્વારા અંતે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યાં છે. ભાજપે 22 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા છે, બાકીના ચહેરાઓ નવા છે જેમાં શિક્ષિત યુવાઓ ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાના પત્તા કપાયા છે.

વોર્ડ નં.1માં અંજનાબેન અલ્પેશ મોરઝરિયા, સેજલબેન અમિતરાજ ચૌધરી, જયરાજસિંહ ગજુભા જાડેજા, પરેશ ઠાકર, વોર્ડ નં.2માં દશાબેન નીતીનકુમાર વાઘેલા, મીનાબા જયરાજસિંહ જાડેજા, ડો.શૈલેષ રવજીભાઈ વસાણી, ધૈર્ય પારેખ, વોર્ડ નં.3માં અલ્પનાબેન દિપકભાઈ દવે,હિનાબેન નવીનભાઈ બેલાણી, અજય હરેશભાઈ મજેઢિયા, નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા, વોર્ડ નં.4માં કકુંબેન કાનાભાઈ ઉઘરેજા, રાજેશ્વરીબેન મહેશભાઈ માલવિયા, ભરતભાઈ જેસાભાઈ લીંબાસિયા, કાળુભાઈ દેવદાનભાઈ કુંગશિયા, વોર્ડ નં.5માં રસીલાબેન પ્રવીણભાઈ સાકરિયા, સ્મિતાબેન ગોહેલ, સંજયભાઈ અરુણભાઈ ચાવડા અને દિલીપભાઈ લુણાગરિયાને ટિકિટ આપવામાં આવી છે.

વોર્ડ નં.6માં ધમિષ્ઠાબેન નાનજીભાઈ પરમાર, પૂનમબેન મોરવાડિયા, અનિલભાઈ શરદકુમાર ચૌહાણ, પરેશભાઈ રમેશભાઈ પીપળીયા, વોર્ડ નં.7માં ખ્યાતિબેન કિરીટભાઈ ગોહેલ, વર્ષાબેન પાંધી, દર્શન હરેશભાઈ પેગ્યાતર, શૈલેષભાઈ જાની, વોર્ડ નં.8માં કિરણબેન મહેશકુમાર માકડિયા, રીટાબેન મનજીભાઈ સખિયા, પ્રવીણ ભીખુભાઈ સેગલિયા, મનીષભાઈ ભટ્ટ, વોર્ડ નં.9માં જાનકીબેન જીતુભાઈ કાટોળિયા, દક્ષાબેન ભરતભાઈ વસાણી, રાજુભાઈ વાલજીભાઈ અઘેરા અને જયસુખભાઈ મગનભાઈ કાથરોટિયા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

વોર્ડ નં.10માં નીતાબેન કમલેશભાઈ લાલ, જ્યોત્સનાબેન ટીલાળા, ઘનશ્યામભાઈ હેરભા, અશ્વિનભાઈ ભોરણિયા, વોર્ડ નં.11માં ભારતીબેન ફર્નાન્ડીઝ પાડલિયા, મીતલબેન ચેતનભાઈ લાઠિયા, રક્ષિત વસંતભાઈ કલોલા, મહેશભાઈ લવજીભાઈ પીપરિયા, વોર્ડ નં.12માં કિરણબેન વસંતભાઈ હરસોડા, જયશ્રીબા દશરથસિંહ જાડેજા, પ્રદીપભાઈ ડવ, કિશન જયસુખભાઈ ટીલવાને ટિકિટ અપાઈ છે.

આ ઉપરાંત વોર્ડ નં.13માં માધવીબેન નીતિનભાઈ બદ્રક્રિયા, સોનલબેન જીતેન્દ્રભાઈ સેલારા, પંકજભાઈ ધીરજલાલ લુણાગરિયા, મોહિતસિંહ પૃથ્વીસિંહ જાડેજા, વોર્ડ નં.14માં ચંદાબેન માણસુરભાઈ વાળા, અરુણાબેન જયેશભાઈ આડેસરા, હિરેન ખાણી તેમજ કેતન પટેલ, વોર્ડ નં.15માં પૂજાબેન અમરભાઈ સોલંકી, નીલેશ હેરભા, મૌલિકભાઈ સંજયભાઈ પરમાર, વોર્ડ નં.16માં જયાબેન પ્રવીણભાઈ હુંબલ, રૂચિતાબેન નિલેશભાઈ જોશી, ઉમેશભાઈ માવજીભાઈ વાઘેલા, રાજેશભાઈ ધીરુભાઈ લીલા, વોર્ડ નં.17માં કિર્તીબા અનિરુદ્ધસિંહ રાણા, રસીલાબેન હરસુખભાઈ વૈષ્ણવ, કૌશિક રમણીકલાલ ટાંક અને ડો.રિંકલભાઈ ખોડીદાસભાઈ મેઘાણી, વોર્ડ નં.18માં દક્ષાબેન નટુભાઈ વાઘેલા, ભારતીબેન શૈલેષભાઈ પરસાણા, સંજયભાઈ રાજેશભાઈ સાગઠિયા અને સંજયસિંહ ગુલાબસિંહ રાણાને ટિકિટ આપવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક