ભાગદોડ ઘટનાને લીધે ચિન્નાસ્વામી સ્ટેડિયમના દરવાજા ખુલશે નહીં
મુંબઇ
તા.13: આઇપીએલ-2026 સીઝનના રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ઘરેલુ મેચો એમ. ચિન્નાસ્વામી
સ્ટેડિયમ ખાતે રમાશે નહીં. ગયા વર્ષે આરસીબીની વિકટ્રી પરેડ દરમિયાન સ્ટેડિયમ બહાર-અંદર
ભાગદોડ થઇ હતી. જેના લીધે 11 નિદોર્ષ લોકો કચડાયા હતા અને સેંકડો લોકો ઇજાગ્રસ્ત થયા
હતા. જે પછીથી બેંગ્લુરુના આ પ્રતિષ્ઠિત સ્ટેડિયમ પર મેચ રમવા બંધ છે. આરસીબીના આઇપીએલના
હોમ મેચ આ વખતે નવી મુંબઇ અથવા રાયપુર ખાતે રમાશે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ ટીમ તેના
ઘરેલુ મેચ પૂણેમાં રમશે.
એવી
જાણકારી સામે આવી છે કે વિરાટ કોહલીની ટીમ આરસીબી આ વખતે તેમના ઘરેલુ પાંચ મેચ નવી
મુંબઇના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં અને બે મેચ રાયપુરના શહીદવીર નારાયણસિંહ સ્ટેડિયમમાં
રમશે. આરસીબી ફ્રેંચાઇઝીના અધિકારીએ આઇપીએલ કાઉન્સિલ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો
હોવાનું જાણવા મળે છે.
બીજી
તરફ રાજસ્થાન રોયલ્સ ટીમ તેના ઘરેલુ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમના બદલે પૂણેના
મહારાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમ પર રમશે. તેનું કારણ રાજસ્થાન ક્રિકેટ સંઘની આ વર્ષે
ચૂંટણી ન થવી છે. આરસીએમાં બે જૂથના વિવાદને લીધે એડહોક કમિટિનું શાસન છે.