પ્રેરક માંકડનો ઓલરાઉન્ડ દેખાવ અને કપ્તાન હાર્વિક દેસાઇની સદી
બેંગ્લુરુ
તા.12: પ્લેયર ઓફ ધ મેચ પ્રેરક માંકડના ઓલરાઉન્ડ દેખાવ અને કેપ્ટન હાર્વિક દેસાઇની
સદીની મદદથી ઉત્તર પ્રદેશ વિરૂધ્ધ વીજેડી મેથડથી 17 રને જીત મેળવીને સૌરાષ્ટ્ર ટીમ
વિજય હઝારે વન ડે ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચી છે. યૂપી ટીમના પ0 ઓવરમાં 8 વિકેટે
310 રન થયા હતા. આ પછી સૌરાષ્ટ્ર ટીમે 311 રનના વિજય લક્ષ્યનો પીછો આક્રમક ગતિએ કર્યોં
હતો. સૌરાષ્ટ્રના 40.1 ઓવરમાં 3 વિકેટે 238 રન થયા હતા ત્યારે વરસાદને લીધે રમત અટકી
હતી. બાદમાં રમત શકય બની ન હતી અને સૌરાષ્ટ્ર ટીમને વીજેડી મેથડથી 17 રને વિજેતા જાહેર
કરાઇ હતી.
હાર્વિક
દેસાઇએ કેપ્ટન ઇનિંગ રમીને અણનમ 100 રન કર્યાં હતા. તેણે 116 દડાની ઇનિંગમાં 8 ચોક્કા-2
છક્કા ફટકાર્યાં હતા. તેના પ્રેરક માંકડ વચ્ચે ત્રીજી વિકેટમાં 133 રનની ઝડપી ભાગીદારી
થઇ હતી. માંકડના 66 દડામાં 7 ચોક્કા-2 છક્કાથી 67 રન થયા હતા. ચિરાગ જાની 31 દડામાં
40 રને નોટઆઉટ રહ્યો હતો. વિશ્વરાજ જાડેજા 9 અને સમર ગજજર 14 રને આઉટ થયા હતા.
આ
પહેલા યૂપી ટીમના 8 વિકેટે 310 રન થયા હતા. જેમાં અભિષેક ગોસ્વામી અને સમીર રિઝવીના
88-88 રન હતા. કપ્તાન રિંકુ સિંહ સસ્તામાં 13 રને આઉટ થયો હતો. સૌરાષ્ટ્ર તરફથી ચેતન
સાકરિયાએ 3 વિકેટ લીધી હતી. પ્રેરક માંકડ અને અંકુર પનવારને 2-2 વિકેટ મળી હતી.