• મંગળવાર, 03 માર્ચ, 2026

20 મેચ બાદ ભારતે વનડેમાં જીત્યો ટોસ

કેએલ રાહુલના ડાબા હાથનો કીમિયો કરી ગયો કામ

વિશાખાપટ્ટનમ, તા. 6 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વાઈઝેગ (વિશાખાપટ્ટનમ) વનડેમાં ટીમ ઈન્ડિયા 20 વનડે મુકાબલા બાદ ટોસ જીતી જતા કેપ્ટન કેએલ રાહુલ ખુશ થયો હતો. ટોસ જીતતા જ દક્ષિણ આફ્રિકા સામેના નિર્ણાયક મુકાબલામાં કેએલ રાહુલે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 2023મા પુરુષોના વનડે વિશ્વકપ સેમિફાઈનલ બાદ પહેલી વખત ભારતે કોઈ વનડેમાં ટોસ જીત્યો છે.

ટોસ સમયે કેએલ રાહુલના હાથમાં ટોસ હતો. ટેમ્બા બાઉમાએ હેડ કહ્યો પણ આવ્યો ટેલ. ભારતે 20 કોશિશ બાદ અંતે ટોસ જીતી લીધો હતો. આ દરમિયાન મેદાનમાં રહેલા ચાહકોની પણ ખુશી સ્પષ્ટ જોવા મળી રહી હતી. ખાસ વાત એ રહી હતી કે કેએલ રાહુલે ટોસ સમયે એક કીમિયો કર્યો હતો. કેએલ રાહુલે ડાબા હાથે ટોસ ઉછાળ્યો હતો. જેના કારણે ભારતે ટોસ જીતી લીધો હતો. આવી રીતે ટોસ હારવાનો લાંબો સિલસિલો ખતમ થયો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક