• રવિવાર, 06 જુલાઈ, 2025

ઝિમ્બાબ્વે સામે દ. આફ્રિકાનો 328 રને વિજય

2 ટેસ્ટની શ્રેણીમાં 1-0થી આગળ

બુલાવાયો તા.1: વર્લ્ડ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા ટીમનો ઝિમ્બાબ્વે વિરૂધ્ધના પ્રથમ ટેસ્ટમાં 328 રને સરળ વિજય થયો છે. પ37 રનના અશકય સમાન વિજય લક્ષ્યાંક સામે ઝિમ્બાબ્વે ટીમ 208 રને ઓલઆઉટ થઇ હતી. બે મેચની શ્રેણીમાં આફ્રિકા 1-0થી આગળ થયું છે. બીજો ટેસ્ટ 6 જુલાઇથી રમાશે. પહેલા દાવમાં દોઢી સદી કરનાર આફ્રિકી બેટર પ્રિટોરિયસ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

બીજા દાવમાં આફ્રિકા તરફથી કોબિન બોશે પ વિકેટ લીધી હતી. તેણે સદી પણ કરી હતી. તે આવી ઉપલબ્ધિ હાંસલ કરનારો પાછલા 23 વર્ષમાં આફ્રિકાનો પહેલો ખેલાડી બન્યો છે. ઝિમ્બાબ્વે તરફથી 8મા નંબરના ખેલાડી વેલિંગ્ટન મસાકાટજાએ પ7 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી. કપ્તાન ક્રેગ ઇરવિને 49, પહેલા દાવમાં સદી કરનાર શોન વિલિયમ્સે 26 અને 10મા નંબરના બ્લેસિંગ મુજરાબાનીએ અણનમ 32 રન કર્યાં હતા.

આફ્રિકાના પહેલા દાવમાં 418 રન અને બીજા દાવમાં 369 રન થયા હતા. ઝિમ્બાબ્વે ટીમે પહેલા દાવમાં 2પ1 રન બનાવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક