• રવિવાર, 06 જુલાઈ, 2025

વિમ્બલ્ડન : સિનર અને અલ્કારાજના વિજય

ત્રીજા ક્રમની જેસિકા પેગુલા હારી : ગરમીને લીધે ઓન્સ જોબુરે મેચ છોડયો

લંડન, તા.1: બે વખતના ચેમ્પિયન સ્પેનના વિશ્વ નંબર બે ખેલાડી કાર્લોસ અલ્કારાજેને વિમ્બલ્ડનના પહેલા રાઉન્ડમાં 38 વર્ષીય ફેબિયો ફોગનાનીને હાર આપવા ઘણો સંઘર્ષ કરવો પડયો હતો. આ મુકાબલો પાંચ સેટ સુધી ખેંચાયો હતો. આખરી સાડા ચાર કલાકની લડત પછી અલ્કારાજનો 7-પ, 6-7, 7-પ, 2-6 અને 6-1થી વિજય થયો હતો. વિમ્બલ્ડનમાં અલ્કારાજનો આ સતત 19મો વિજય છે. બીજા રાઉન્ડમાં અલ્કારાજનો સામનો બ્રિટીશ ખેલાડી ઓલિવર ટાર્વેટ સામે થશે. નંબર વન ઇટાલીનો યાનિક સિનર પણ બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. તેણે હમવતન ખેલાડી લુકા નારડીને 6-4, 6-3 અને 6-0થી હાર આપી હતી.

મહિલા વિભાગમાં ત્રીજા નંબરની ખેલાડી જેસિકા પેગુલા ઉલટફેરનો શિકાર બની પહેલા રાઉન્ડમાં હારી હતી. તેની સામે ઇટાલીની ખેલાડી કોકિયારેટોનો 6-2 અને 6-3થી વિજય થયો હતો. નંબર વન બેલારૂસની આર્યના સબાલેંકાએ શાનદાર શરૂઆત કરી છે. તેણીએ પહેલા રાઉન્ડમાં કેનેડાની કાર્સન બ્રેંસ્ટીનને 6-1 અને 7-પથી હાર આપી હતી જ્યારે બે વખતની ફાઇનલિસ્ટ ઓન્સ જોબુર ભીષણ ગરમીને લીધે મેચ છોડવા મજબૂર થઇ હતી. આથી તે વિમ્બલ્ડનની બહાર થઇ છે.

પુરુષ વિભાગમાં 8મા નંબરનો હોલ્ગર રૂને ચિલીના નિકોલસ જેરી સામે 4-6, 4-6, 7-પ, 6-3 અને 6-4થી હારીને બહાર થયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક