• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

ત્રીજા વન ડેમાં ઇંગ્લેન્ડ સામે 8 વિકેટે જીત મેળવી 2-1થી શ્રેણી કબજે કરતું વિન્ડિઝ

બ્રેંડન કિંગ અને કેસી કાર્ટીની શાનદાર સદી

બારબાડોસ તા.7: બોલરોના શાનદાર દેખાવ બાદ બ્રેંડન કિંગ (102) અને કેસી કાર્ટી (અણનમ 128)ની સદીની મદદથી વેસ્ટ ઇન્ડિઝે ત્રીજા અને આખરી વન ડેમાં ઇંગ્લેન્ડને 42 દડા બાકી રહેતા 8 વિકેટે સજ્જડ હાર આપી હતી. આ જીતથી વિન્ડિઝે 3 મેચની વન ડે શ્રેણી 2-1થી કબજે કરી છે. 102 રનની આક્રમક ઇનિંગ રમનાર કિંગ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

ઇંગ્લેન્ડના 263 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે 42 રનના સ્કોર પર એવિન લૂઇસ (19)ની વિકેટ ગુમાવી હતી. આ પછી બ્રેંડન કિંગ અને કેસી કાર્ટીએ ઇંગ્લેન્ડના બોલરોની ધોલાઇ કરીને આક્રમક ગતિથી રન બનાવ્યા હતા. બ્રેંડન કિંગ 117 દડામાં 13 ચોકકા-1 છકકાથી 102 રન કરી આઉટ થયો હતો. કિંગ અને કાર્ટી વચ્ચે બીજી વિકેટમાં 209 રનની ભાગીદારી થઇ હતી. કેસી કાર્ટી 114 દડામાં 1પ ચોકકા-2 છકકાથી 128 રને અને કપ્તાન શાઇ હોપ પ રને નોટઆઉટ રહ્યા હતા. વિન્ડિઝે 43 ઓવરમાં 2 વિકેટે 267 રન કરી જીત મેળવી હતી.

આ પહેલા ઇંગ્લેન્ડ ટીમ પ0 ઓવરમાં 8 વિકેટે 263 રન કરી શકી હતી. જેમાં ફિલ સોલ્ટના 74, સેમ કરનના 40 અને ડેન માઉજલીના પ7 રન મુખ્ય હતા. જોફ્રા આર્ચરે 38 રન કર્યાં હતા. વિન્ડિઝ તરફથી મેથ્યૂ ફોર્ડે 3 અને જોસેફ-શેફર્ડે 2-2 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક