• રવિવાર, 05 મે, 2024

મોદી સરકાર બંગાળ પર કબજો કરવા માગે છે : મમતાના પ્રહાર

ચૂંટણીપંચ પર પણ હુમલો કરતાં તૃણમૂલ સુપ્રીમો : કેટલાં કેન્દ્રીય દળો તૈનાત કર્યાં એ કહો

કોલકાતા, તા. 25 : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરુવારે ગંભીર આરોપ મુકતાં કહ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર બંગાળ પર કબજો કરી લેવા માગે છે. અમારાં રાજ્ય પર કબજા માટે જ આટલાં જંગી પ્રમાણમાં કેન્દ્રીય દળો તૈનાત કરાયાં છે, તેવું કહીને મમતાએ  બંગાળમાં સાત ચરણમાં ચૂંટણી  કરાવવાનો શું અર્થ છે તેવો સવાલ પણ કર્યો હતો.

મેં પહેલીવાર જોયું કે, ત્રણ મહિના લાંબી ચૂંટણી થઇ રહી છે. કર્ણાટકમાં 40 બેઠક પર એક જ તબક્કામાં ચૂંટણી થઇ રહી છે, જ્યારે બંગાળમાં 42 બેઠક પર સાત ચરણમાં ચૂંટણી યોજાઇ છે. તેવું તૃણમૂલ સુપ્રીમોએ કહ્યું હતું.

ચૂંટણીપંચ પર પણ પ્રહાર કરતાં બંગાળી વાઘણે કહ્યું હતું કે, ક્યાં કેટલી સંખ્યામાં કેન્દ્રીય દળો તૈનાત કરાયાં છે, તેની વિગતો પંચ લેખિતમાં આપે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીંબડી પાસે ટ્રકમાંથી રપ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો દારૂ, ટ્રક, રોકડ મળી 37.39 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ May 05, Sun, 2024