• રવિવાર, 01 નવેમ્બર, 2026

જોખમમાં ઉમર અબ્દુલ્લાની ખુરશી ? 24 વિધાયકનો વિદ્રોહ

- બાગી વિધાયકોની સીએમના સલાહકાર અને અમુક મંત્રીઓને બરખાસ્ત કરવાની માગ ઃ બોલાવી ગુપ્ત બેઠક

 

નવી દિલ્હી, તા. 31 ઃ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ થોડા સમય પહેલા જ પોતાના મંત્રી મંડળનો વિસ્તાર કર્યો હતો. ત્યારબાદ હવે સતત પાર્ટીમાં આંતરીક વિખવાદ થઈ રહ્યો છે. નેશનલ કોન્ફ્રેન્સના નારાજ  વિધાયકના જૂથે શુક્રવારે એક મોટી બેઠક બોલાવી હતી. જે લાંબો સમય ચાલી હતી. તમામ નારાજ વિધાયકોએ પોતાની માગણીઓની એક યાદી તેયાર કરી છે. આ વિધાયકોની બેઠકે ઉમર અબ્દુલ્લાની સરકારની ચિંતામાં વધારો કર્યો છે. કહેવાય છે કે બાગી વિધાયકોએ મુખ્યમંત્રીના સલાહકાર અને અમુક મંત્રીઓને હટાવવાની માગણી

કરી છે.

શુક્રવારે સાંજના સમયે શ્રીનગરમાં નેશનલ કોન્ફ્રેન્સના18 વિધાયકોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં છ વિધાયક વીડિયો કોન્ફ્રન્સનાં માધ્યમથી જોડાયા હતા. તેમણે પણ નારાજ જૂથને પોતાનું સમર્થન આપ્યું હતું. બાગી જુથમાં કાશ્મીર ઘાટી અને જમ્મુ બન્ને જ જગ્યાના વિધાયકો સામેલ છે. કુલ મળીને બાગી છાવણીમાં 24 વિધાયક થયા છે.

કાશ્મીરની 90 વિધાયકોની વિધાનસભામાં નેશનલ કોન્ફ્રેન્સના 41 વિધાયક છે. ઉમર અબ્દુલ્લાને કોંગ્રેસના 6 વિધાયકનું સમર્થન છે અને અમુક નાની પાર્ટી અને અપક્ષ વિધાયકોએ પણ સાથ આપ્યો છે. તેવામાં 24 વિધાયક વિદ્રોહ કરે તો ઉમર અબ્દુલ્લાની સરકાર જોખમમાં આવી શકે છે. વધુમાં વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવની માગણી કરી શકે છે. વિદ્રોહી વિધાયકોની બેઠક વિધાયક કૈસર જમશેદ લોનના આવાસે થઈ હતી. જેમા એક નવા પ્રસ્તાવમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બેઠકમાં સીએમના સલાહકાર નાસિર અસલમ વાનીને હટાવવા અને ઉપમુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરી સહિત અમુક મંત્રીઓને બરખાસ્ત કરવાની માગણી થઈ હતી.

-------------

નિધિ રાજદાન અને ઉમર અબ્દુલ્લાએ કર્યા લગ્ન

શ્રીનગર, તા. 31 ઃ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પત્રકાર નિધિ રાજધાન સાથે એક ખાનગી ફંક્શનમાં લગ્ન કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા સાઈટ એક્સ ઉપર તસવીરો પોસ્ટ કરીને લગ્નની જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિંટી સાથે નિધિ રાજદાનને ટેગ કરીને લખ્યું હતું કે, એક નવી યાત્રાની શરૂઆત થઈ છે. બાદમાં નિધિએ પણ તસવીરો શેર કરતા જેનઝી અંદાજમાં ખુશી વ્યક્ત કરી હતી અને ઈમોજી સાથે લખ્યું હતું કે ઈટ્સ ડન બ્રો. રિપોર્ટ અનુસાર બન્નેએ શુક્રવારે દિલ્હીમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક