FSSAIએ શુદ્ધતાની પૂર્ણ ખાતરીને ભ્રામક ગણી કાર્યવાહી તેજ કરી : છ કંપનીઓએ દાવો હટાવ્યો
નવી દિલ્હી, તા. 21 : ખાદ્ય પદાર્થોના
પેકેટ ઉપર 100 ટકા શુદ્ધ અથવા પ્રાકૃતિક લખેલું જોઈને તેને ગુણવત્તાની ગેરન્ટી માની
લેવું જોઈએ નહી. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (એફએસએસએઆઈ)એ આવા દાવાઓને
ભ્રામક માનતા કાર્યવાહી તેજ કરી છે. એફએસએસએઆઈની કડકાઈ બાદ છ કંપનીઓએ પોતાના ખાદ્ય
પદાર્થના પેકેજિંગ, લેબલ, વેબસાઈટ અને પ્રચાર સામગ્રીમાંથી 100 ટકાના દાવાને હટાવી
લીધો છે. એફએસએસએઆઈના કહેવા પ્રમાણે 100 ટકા શુદ્ધતાના દાવાથી ઉપભોક્તાના મનમાં ઉત્પાદની
પુરી શુદ્ધતા, ગુણવત્તા અને શ્રેષ્ઠતા અંગે ભ્રમ ઉત્પન્ન થાય છે અને ઘણા મામલામાં ગ્રાહકો
છેતરાય છે. ઉપભોક્તાને પણ આગ્રહ કરવામાં આવ્યો છે કે ફૂડ પેકેટ ઉપર ભ્રમમાં મુકતા લેબલ
અથવા વિજ્ઞાપનની ફરિયાદ ફૂડ સેફ્ટી કનેક્ટ એપ અને ફોસ્કોલ પોર્ટલ ઉપર કરી શકાય છે.